Bullet Train: મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પકડશે ગતિ, શિંદે સરકારે પણ તમામ પ્રકારની આપી મંજૂરી
મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વધુ ગતિ મળવાની છે. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે આજે મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન માટે તમામ પ્રકારની મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠક બાદ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેની જાણકારી આપી હતી.
Trending Photos
Mumbai Ahmedabad Bullet Train: મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વધુ ગતિ મળવાની છે. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે આજે મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન માટે તમામ પ્રકારની મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠક બાદ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેની જાણકારી આપી હતી.
તમને જણાવી દઇએ કે બુલેટ ટ્રેન આગામી વર્ષે એટલે કે 2023 માં દોડવાની હતી પરંતુ મહારાષ્ટ્રમાં જમીન અધિગ્રહણની ધીમી ગતિના કારણે મોડું થઇ રહ્યું છે. એટલું જ નહી કોવિડ દરમિયાન આ પ્રોજેક્ટમાં મોડું થયું છે. અત્યાર સુધીમાં ફક્ત 20 ટકા જમીન અધિગ્રહણ થઇ શકી છે. થોડા દિવસો પહેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની સરકાર બુલેટ ટ્રેન માટે જમીન અધિગ્રહણ કરાવવામાં રૂચિ દાખવતી નથી.
સત્તા પરિવર્તન બાદ પ્રોજેક્ટમાં તેજીની આશા
હવે મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થઇ ગયું છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર જતી રહી છે. સત્તા પરિવર્તન બાદથી જ આ અટકળો લગાવવામાં આવી રહી હતી કે હવે બુલેટ ટ્રેનને ગતિ મળશે. અમદાવાદથી મુંબઇ સુધી 508 કિલોમીટરનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ્રસ્તાવિત છે.
બુલેટ ટ્રેન લાઇનમાં કુલ 12 સ્ટેશન હશે. તેમાં 8 સ્ટેશન ગુજરાતમાં હશે અને 4 સ્ટેશન મહારાષ્ટ્રમાં હશે. સાબરમતીથી વાપી સુધી કુલ 352 કિલોમીટરની બુલેટર ટ્રેન ગુજરાતમાં હશે. આ સેક્શનમાં 61 કિલોમીટર બુલેટ ટ્રેનના પિલર લાગી ગયા છે અને 170 કિલોમીટર પર કામ ચાલી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે