Burari Deaths: એક સાથે 11 લોકોએ કયા કારણોસર કરી હતી આત્મહત્યા? 3 વર્ષ પછી રહસ્ય ખૂલ્યું

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ માટે માથાનો દુ:ખાવો બનેલો બુરાડી કાંડની તો સૌ કોઈ જાણતું જ હશે, પરંતુ આટલા દિવસ પછી આ કેસમાં એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. બુરાડી(Burari deaths Case) માં એક જ પરિવારના 11 સભ્યોના રહસ્યમય મોતનો કેસ આખરે બંધ કરી દીધો છે.

Burari Deaths: એક સાથે 11 લોકોએ કયા કારણોસર કરી હતી આત્મહત્યા? 3 વર્ષ પછી રહસ્ય ખૂલ્યું

નવી દિલ્હી: દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ માટે માથાનો દુ:ખાવો બનેલો બુરાડી કાંડની તો સૌ કોઈ જાણતું જ હશે, પરંતુ આટલા દિવસ પછી આ કેસમાં એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. બુરાડી(Burari deaths Case) માં એક જ પરિવારના 11 સભ્યોના રહસ્યમય મોતનો કેસ આખરે બંધ કરી નાખ્યો છે. પોલીસે પોતાના ક્લોઝર રિપોર્ટમાં જણાવ્યું છે કે આ કેસમાં કોઈ પણ પ્રકારના રહસ્યમય ઉપજાવે તેવા પુરાવા મળ્યા નથી. જેના કારણે આ કેસમાં હત્યા થઈ હોય તેવું ફલિત થતું નથી.

બુરાડીમાં એક જ પરિવારના 11 સભ્યોએ સુસાઈડ જ કર્યું હોય તેવું જણાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે બુરાડી કાંડ દિલ્હી પોલીસ માટે સૌથી પડકારજનક કેસ સાબિત થયો,  કારણ કે આ એક એવો કેસ છે, જેમાં કોઈ પણ પ્રકારનું લોજિક પોલીસને  સમજમાં આવી રહ્યું નથી. એટલું જ નહીં, આ કેસમાં જે તે વખતે કાળી વિદ્યાથી લઈને અલગ અલગ વાતો જોડવામાં આવી હતી. દિલ્હી પોલીસે આ ઘટનાને લઈને હત્યાનો કેસ દાખલ કર્યો હતો. જો કે ક્રાઈમ બ્રાન્ચની ત્રણ વર્ષ સુધી લાંબી તપાસ ચાલી હતી, તપાસના અંતે  નિષ્કર્ષ એ  નીક્યો કે આ એક આત્મહત્યા કેસ હતો. પોલીસે 11 જૂને કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરી નાંખ્યો હતો, જ્યારે પોલીસની ક્લોઝર રિપોર્ટ પર નવેમ્બરમાં સુનાવણી થશે.

બુરાડી કાંડથી આખો દેશ આશ્ચર્યચકિત થયો હતો
દેશની રાજધાની દિલ્હીના બુરાડીમાં 1 જુલાઈ 2018ના રોજ એક જ  પરિવારના 11 લોકોએ ફાંસી લગાવીને મોતને વ્હાલું કર્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તમામના મોત ફાંસી લાગવાના કારણે થયા છે. રિપોર્ટ પ્રમાણે ઘરના 11 માંથી 10 સભ્યોના મોત ફાંસીના કારણે થયા હતા, જ્યારે 11મા સૌથી વરિષ્ઠ સભ્ય એવા નારાયણી દેવીનો મૃતદેહ જમીન પર પડેલો પોલીસને મળ્યો હતો. ફાંસીથી મરનાર 10 સભ્યોના શરીર પર ઈજાના કોઈ નિશાન મળ્યા નહોતા,  પરંતુ તેમાંથી અમુક લોકોની ગર્દન તૂટી ગઈ હતી. તેમની આંખો પર એક પટ્ટી હતી અને હાથ-પગ  બાંધેલી હાલતમાં હતા.

આ આધારે પોલીસ નિષ્કર્ષ પર પહોંચી
બુરાડી કાંડમાં પોલીસને હાથથી લખેલી એક સુસાઈટ નોટ પણ મળી હતી, જેમાં ઘટનાની આખી પ્રક્રિયા લખી હતી. જેમાં પરિવારને ફાંસી લગાવવાની હતી. ડાયરીમાં છેલ્લી એન્ટ્રીમાં એક પેજ પર લખ્યું હતું કે ઘરનો રસ્તો. 9 લોકો જાળીમાં, બાળક (વિધવા બહેન) મંદિર નજીક સ્ટૂલ પર, 10 વાગ્યે જમવાનો ઓર્ડર, માતા રોટલી ખવડાવે, 1 વાગ્યે ક્રિયા, શનિવાર-રવિવારની રાત્રે થશે, મોંઢામાં ભરાયેલું હશે ભીનું કપડું અને હાથ બાંધી દેવામાં આવશે. તેમાં છેલ્લી પંક્તિ છે - 'કપમાં પાણી તૈયાર રાખો, તેનો રંગ બદલાઈ જશે, હું દેખાઈશ અને બધાને બચાવીશ.' તે જ સમયે, ઘણા બધા પુરાવા દર્શાવતા હતા કે આ એક આત્મહત્યા છે. અહેવાલો અનુસાર, પરિવારના સભ્યોએ મોબાઈલ ફોન સાયલન્ટ કર્યા અને પછી એક બેગમાં ભરીને ઘરના મંદિરમાં મૂકી દીધા હતા. ડાયરીની એન્ટ્રીઓ અને તેમની ફાંસીની રીતથી પણ એવું જણાઈ રહ્યું હતું કે તેઓ કોઈ ધાર્મિક વિધિ કરી રહ્યા હતા. તે જ સમયે સીસીટીવી ફૂટેજમાં પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ ઘટનાના દિવસે આવતું અને જતું જોવા મળ્યું ન હતું.

મોતના બદલે કંઈક બીજું જ ઈચ્છતો હતો પરિવાર
તે જ સમયે, મનોવૈજ્ઞાનિક એટોપ્સીમાં ખુલાસો થયો હતો કે આ 11 લોકોએ મૃત્યુના ઇરાદાથી આવું કર્યું નથી, પરંતુ ધાર્મિક વિધિ પૂર્ણ થયા પછી સામાન્ય જીવનમાં પાછા આવવાની આશા વ્યક્ત કરી હતી. તે જ સમયે, ડાયરીમાં લખેલી નોંધો પરથી એવું લાગે છે કે લલિતને ખાતરી હતી કે 2007માં ગુજરી ગયેલા તેના પિતા ભોપાલ સિંહ તેની સાથે વાત કરી રહ્યા હતા અને તેને કેટલીક વિધિઓ કરવા માટે કહી રહ્યા હતા. જેનાથી સમગ્ર પરિવારને ફાયદો થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news