જાન્યુ.થી ડિસે. સુધીમાં કયો મહિનો સરકારી કર્મચારીઓ માટે હોય છે ખાસ? જાણો કારણ

Govt Employees: વર્ષમાં આ એક મહિનો એવો હોય છે, જેનું મહત્ત્વ ગવર્નમેન્ટ એમ્પલોય એટેલેકે, સરકારી કર્મચારીઓ માટે ખાસ હોય છે. કારણ જાણીને તમે પણ ચોંકી જશો.

જાન્યુ.થી ડિસે. સુધીમાં કયો મહિનો સરકારી કર્મચારીઓ માટે હોય છે ખાસ? જાણો કારણ

DA And Salary Increment For Govt Employees: સામાન્ય લોકોની સરખામણીએ સરકારી કર્મચારીઓને ઘણી બધી ફેસેલિટી મળતી હોય છે. સાથે જ તેમના માટે વર્ષનો અમુક સમયગાળો ખાસ હોય છે. માર્ચ એન્ડિંગથી લઈને નવા નાણાંકિય વર્ષની શરૂઆત, ડિસેમ્બર એન્ડિંગ, જુલાઈ મહિનો, વરસાદની સિઝન આ તમામ સમયગાળો સરકારી કર્મચારીઓ માટે ખાસ હોય છે. જોકે, આ બધાની વચ્ચે એક મહિનો એવો છે જે મહિનો સરકારી કર્મચારીઓ માટે સૌથી ખાસ હોય છે. શું તમે જાણો છો એ મહિનો કયો હોય છે? જાણીને તમે પણ દંગ રહી જશો...

12 મહિનામાં કયો મહિનો સરકારી કર્મચારીઓ માટે હોય છે સૌથી ખાસ?
જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીના 12 મહિનાના સમયગાળામાં એક મહિનો એવો હોય છે જેમાં સરકારી કર્મચારીઓના ઘરે તગડી રકમ આવ છે. એટલે આ એમના પગારનો જ ભાગ હોય છે. પરંતુ એમાં વધારો કરવામાં આવતો હોય છે. આ મહિનામાં તેમને ભાડા ભથ્થા અને બાકીના ડ્યુ પણ આપવામાં આવે છે. આ મહિનો એટલે જુલાઈ મહિનો. દર વર્ષે જુલાઇ મહિનો સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ ખાસ હોય છે. કર્મચારીઓ આખા વર્ષ દરમિયાન આ મહિનાની રાહ જુએ છે, કારણ કે સરકાર દર વર્ષે જુલાઈમાં તેના કર્મચારીઓને ડબલ લાભ આપે છે. આ વખતે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને જુલાઈ મહિનામાં આ ભેટ મળવા જઈ રહી છે. 

પગારમાં વધારો-
વાસ્તવમાં, સરકાર દર વર્ષે મોંઘવારી ભથ્થામાં બે વખત વધારો કરે છે અને એક વખત પગાર વધારો કરે છે. આ વર્ષે પણ આ બંને કામો જુલાઈમાં થવાના છે. જાન્યુઆરીમાં પણ મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો અને તે જુલાઈમાં ફરીથી વધારો કરશે.

મોંઘવારી ભથ્થુ 4 ટકા વધી શકે-
સરકારે જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. એવી અટકળો છે કે સરકાર જુલાઈમાં પણ મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરશે. જો આ નિર્ણય લેવામાં આવે તો કેટલો નફો થશે? ધારો કે તમારો મૂળ પગાર 50 હજાર રૂપિયા છે તો મોંઘવારી ભથ્થામાં 4 ટકા એટલે કે 2000 રૂપિયાનો વધારો થશે. આનો અર્થ એ છે કે તમને તમારા જુલાઈના પગારમાં મોંઘવારી ભથ્થાના રૂપમાં 2000 રૂપિયાનો વધારો મળશે.

ખાતામાં આવે છે વધારે રૂપિયા-
સરકારી કર્મચારીઓના પગારમાં દર વર્ષે સરેરાશ 3 ટકાનો વધારો કરવામાં આવે છે. જુલાઈમાં પણ 3 ટકાનો વધારો થઈ શકે છે. તે તમારા મૂળભૂત પગાર પર આધાર રાખે છે. ધારો કે તમારો મૂળ પગાર 50 હજાર રૂપિયા છે, તો તેમાં 3 ટકાના વધારા તરીકે 1500 રૂપિયાનો વધારો થશે. તેનો અર્થ એ કે તમને તમારા જુલાઈના પગારમાં ઇન્ક્રીમેન્ટ તરીકે 1,500 રૂપિયાનો લાભ પણ મળશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news