1 એપ્રીલથી Buy 1 Get 1 Free ની સ્કીમ થશે શરૂ, વેપારીઓને પણ થશે લાખોનો ફાયદો

નવા નિયમ અનુસાર પેમેન્ટ દર મહિને કરવામાં આવશે પરંતુ રિટર્ન ફાઇલ દર ત્રણ મહિને કરવામાં આવશે

1 એપ્રીલથી Buy 1 Get 1 Free ની સ્કીમ થશે શરૂ, વેપારીઓને પણ થશે લાખોનો ફાયદો

નવી દિલ્હી : નિયમોમાં પરિવર્તન બાદ રિટેલ, FMCG, ફાર્મા કંપનીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. 1 જુલાઇ 2017 GST લાગુ થયા બાદ મોટા ભાગની કંપનીઓએ બાય વન ગેટ વન ફ્રી અને એક પ્રોડક્ટની સાથે બીજી પ્રોડક્ટ ફ્રી જેવી ઓફર બંધ કરી દીધી હતી. જો કે હવે રિટેલ અને ફાર્મા ફરી એકવાર આ પ્રકારની ઓફર્સ ચાલુ કરવા જઇ રહી છે. સરકારની સ્પષ્ટતા બાદ હવે કંપનીઓ આ પ્રકારની ઓફર્સ ફરી એકવાર ચાલુ કરશે. 
14 વખત ચૂંટણી લડનારા શરદ પવારે કરી નિવૃતીની કરી જાહેરાત

GST લાગુ થયા બાદ કંપનીઓએ આ ઓફર્સ બઁધ કરી દીધી હતી. અત્યાર સુધી ફ્રી આઇટમ પર ઇનપુટ ક્રેડિટ રિવર્સ કરવી પડતી હતી. જેના કારણે રેટિલ, FMCG, ફાર્મા કંપનીઓએ ફ્રી ઓફર્સ બંધ કરી દીધા હતા. બીજી તરફ સરકારે જે સ્પષ્ટથા કરી છે તેના અનુસાર હવે ઇનપુટ રિવર્સ નહી કરવું પડે. એવામાં આઇટમ ફ્રી નહી પરંતુ સંપુર્ણ કિંમતની જ માનવામાં આવશે. આ નિર્ણયનાં કારણે ફરીથી ફ્રીની ઓફર્સ સામે આવવા લાગશે. પ્રોડક્ટનાં માર્કેટિંગ માટે ફ્રી સ્કીમ ઓફર્સ જરૂરી હતી. એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ મુદ્દાસીર સહિત 21 દિવસમાં સેનાએ 18ને ઠાર માર્યા

1 એપ્રીલ 2019થી GST રિટર્ન ફાઇલ કરવાનાં નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી માત્ર સહજ , સુગમ સહિત ત્રણેય રિટર્ન ફાઇલિંગ સ્કીમ પર કામ થશે. નવા નિયમો અનુસાર પેમેન્ટ દરેક મહિને થશે પરંતુ રિટર્ન ફાઇલ દર ત્રણ મહિને કરવાનું રહેશે. જેના કારણે વેપારીઓનાં રિટર્ન ફાઇલિંગમાં ખર્ચ ઘટશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news