India and Canada Issue: કેનેડા સંકટ વચ્ચે RSS ચર્ચામાં, પ્રતિબંધની કરાઈ માગણી, જાણો શું છે મામલો

India withdraws high commissioner from Canada: ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વધી રહ્યો છે. ભારતે 6 રાજદ્રારીઓને પાછા બોલાવ્યા બાદ આ મામલો  વધુ વકરે તેવી સંભાવના છે. આ વચ્ચે  કેનેડામાં હાઉસ ઓફ કોમર્સના સભ્ય અને વિરોધ પક્ષ ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) ના નેતા જગમીત સિંહે કેનેડામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નેટવર્ક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
 

India and Canada Issue: કેનેડા સંકટ વચ્ચે RSS ચર્ચામાં, પ્રતિબંધની કરાઈ માગણી, જાણો શું છે મામલો

India vs Canada News: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. ટ્રુડો સરકારે ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા અને કેનેડામાં તૈનાત અન્ય અધિકારીઓને મોનિટરિંગ લિસ્ટમાં સામેલ કર્યા બાદ ભારતે તેના તમામ રાજદૂતોને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. કેનેડામાં હાઉસ ઓફ કોમર્સના સભ્ય અને વિપક્ષ ન્યુ ડેમોક્રેટિક પાર્ટી (NDP) ના નેતા જગમીત સિંહે કેનેડામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નેટવર્ક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. 

જગમીત સિંહે ભારતીય રાજદ્વારીઓની હકાલપટ્ટી અને અપરાધિક તપાસના સંદર્ભમાં આ નિવેદન આપ્યું છે. જગમીત સિંહે કહ્યું, "ન્યુ ડેમોક્રેટ્સ આરસીએમપી કમિશનર દ્વારા જાહેર કરાયેલી માહિતીથી ચિંતિત છે. સિંહે આરોપ લગાવ્યો છે કે કેનેડિયનો ખાસ કરીને કેનેડાના શીખ સમુદાયને ભારતીય સત્તાવાળાઓના હાથે ડર, ધાકધમકી, ઉત્પીડન અને હિંસાનો ભોગ બનાવવામાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર શીખો સામે જબરન વસૂલી કરાઈ રહી છે.

ભારતનો કેનેડા પર પલટવાર
કેનેડાએ ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા અને હાઈ કમિશનમાં તૈનાત ઘણા અધિકારીઓને મોનિટરિંગ લિસ્ટમાં સામેલ કર્યા છે. તેનો બીજો અર્થ એ છે કે તે આ રાજદ્વારીઓ સામે ગમે ત્યારે કાર્યવાહી કરી શકે છે. ગઈકાલે સાંજે ભારતે દિલ્હીમાં તૈનાત કેનેડિયન દૂતાવાસના હાઈકમિશ્નરને ફોન કરીને તેમની નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ કેનેડામાં તૈનાત તેમના ઘણા રાજદ્વારીઓને થોડા કલાકોમાં પાછા બોલાવવાની પણ જાહેરાત કરી. આ સાથે ભારતે સ્પષ્ટ કર્યું છે કે જો કેનેડા આ યુદ્ધને આગલા સ્તર પર લઈ જવા માંગે છે તો તે તેના માટે તૈયાર છે અને ટ્રુડો સરકાર પર જોરદાર પ્રહાર કરશે.

નિવેદનમાં માર્યા ગયેલા આતંકવાદી નિજ્જરનો પણ ઉલ્લેખ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે કેનેડિયન હરદીપ સિંહ નિજ્જર (ભારત દ્વારા આતંકવાદી જાહેર કરાયેલ)ની હત્યા સંબંધિત કેનેડા પાસે ભારત વિરુદ્ધ મજબૂત પુરાવા છે. તેમણે વધુમાં કહ્યું, “સપ્ટેમ્બર 2023માં જ RCMPએ 13 લોકોને ચેતવણી જારી કરી હતી કે તેમના જીવને ખતરો છે.

જગમીત સિંહના જણાવ્યા અનુસાર, ખતરાની ચેતવણી છતાં કેનેડિયન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી નથી. કેનેડિયન નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાની અમારી પ્રાથમિકતા છે. કેનેડા અને આપણા નાગરિકોની સુરક્ષાના હિતમાં હું તમામ નેતાઓને વિનંતી કરું છું કે તેઓ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરે અને ભારત સરકારની જવાબદેહી નક્કી કરે.

ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢવાના કેનેડા સરકારના નિર્ણયને સમર્થન આપતા જગમીત સિંહે કહ્યું કે અમે ફરી એકવાર કેનેડા સરકારને ભારત વિરુદ્ધ રાજદ્વારી પ્રતિબંધો લાદવા વિનંતી કરી રહ્યા છીએ. કેનેડામાં RSSને પ્રતિબંધિત કરો અને કેનેડાની ધરતી પર સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કોઈપણ સામે કડક પગલાં લેવાનું વચન આપો. આ વિવાદ હવે વધુ તુલ પકડે તો પણ નવાઈ નહીં. ભારત સરકાર પણ ઝૂકવાના મૂડમાં નથી. કેનેડામાં હવે ચૂંટણી આવી રહી છે. ટ્રૂડો સરકાર શીખોના મત માટે ભારતને બદનામ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news