હવે ઉમેદવારો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં વધુ ખર્ચ કરી શકશે, ચૂંટણી પંચે ખર્ચ મર્યાદામાં વધારો કર્યો


ઉમેદવારો હવે લોકસભા ચૂંટણીમાં 70ને બદલે 95 લાખ સુધીનો ખર્ચ કરી શકશે. જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં 28ને બદલે 40 લાખ સુધીના ખર્ચની નવી મર્યાદા હશે. આ વધેલી ખર્ચ મર્યાદા ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં લાગુ થશે.

હવે ઉમેદવારો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં વધુ ખર્ચ કરી શકશે, ચૂંટણી પંચે ખર્ચ મર્યાદામાં વધારો કર્યો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચની મર્યાદાને વધારી દીધી છે. આ મુજબ હવે લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર 70 લાખની જગ્યાએ 95 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે. જ્યારે વિધાનસભામાં તે ખર્ચ હવે 28 લાખની જગ્યાએ હવે 40 લાખ રૂપિયાનો ખર્ચ કરી શકશે. 

રાજકીય દળોએ આપ્યો હવો મોંઘવારીનો હવાલો
જો કે, ગોવા, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં, જ્યાં લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો માટે અત્યાર સુધી ખર્ચ મર્યાદા 54 લાખ રૂપિયા હતી, તેઓ પણ 75 લાખ રૂપિયા ખર્ચ કરી શકશે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોની માંગને ધ્યાનમાં રાખીને ચૂંટણી ખર્ચની મર્યાદામાં આ વધારો કર્યો છે. પંચના જણાવ્યા અનુસાર 2014ની સરખામણીએ તમામ રાજ્યોમાં મતદારોની સંખ્યામાં પણ વધારો થયો છે. સાથે સાથે મોંઘવારી પણ વધી છે. તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે આ અંગે એક ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરી હતી, જેની ભલામણ બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

નવી ખર્ચ મર્યાદા તમામ ચૂંટણીમાં લાગુ થશે
આયોગે કાયદા મંત્રાલયને આ સંદર્ભે નોટિફિકેશન બહાર પાડવાની ભલામણ કરી હતી, જેના પછી મંત્રાલયે ગુરુવારે ચૂંટણી ખર્ચમાં વધારાની મર્યાદાને સૂચિત કરી હતી. ખાસ વાત એ છે કે ચૂંટણી ખર્ચ મર્યાદામાં આ વધારો આગામી દિવસોમાં યોજાનારી તમામ ચૂંટણીઓમાં લાગુ થશે. કમિશનના મતે 2014માં ખર્ચ મર્યાદા વધારવામાં આવી હતી. વર્ષ 2020માં તેમાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં નવેસરથી સુધારો કરવાની માંગ ઉઠી હતી.

કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા ઉમેદવારોના ખર્ચમાં વધારાની આ સૂચના અનુસાર, ગોવા અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી સહિત ઉત્તર-પૂર્વના તમામ રાજ્યોને બાદ કરતાં, તમામ વિધાનસભા ચૂંટણીઓમાં ઉમેદવારોના ખર્ચની મર્યાદા આ રાજ્યોમાં 28 લાખથી વધારી 40 લાખ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news