Punjab Politics: રાજીનામું આપીને ભડક્યા કેપ્ટન અમરિંદર, કહ્યું-પાકિસ્તાન અને ઇમરાન સાથે છે સિદ્ધૂ

પંજાબ કોંગ્રેસમાં આંતરિક ઉથલપાથલ બાદ સીએમ પદેથી રાજીનામું આપનાર કેપ્ટન અમરિંદર સિંહ (Capt. Amarinder Singh) એ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ (Navjot Singh Sidhu) પર નિશાન સાધ્યું છે. કેપ્ટને કહ્યું કે સિદ્ધૂ પાકિસ્તાન અને બાજવા (પાકિસ્તાને આર્મી ચીફ) સાથે છે.

Punjab Politics: રાજીનામું આપીને ભડક્યા કેપ્ટન અમરિંદર, કહ્યું-પાકિસ્તાન અને ઇમરાન સાથે છે સિદ્ધૂ

ચંદીગઢ: પંજાબ કોંગ્રેસમાં આંતરિક ઉથલપાથલ બાદ સીએમ પદેથી રાજીનામું આપનાર કેપ્ટન અમરિંદર સિંહ (Capt. Amarinder Singh) એ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ (Navjot Singh Sidhu) પર નિશાન સાધ્યું છે. કેપ્ટને કહ્યું કે સિદ્ધૂ પાકિસ્તાન અને બાજવા (પાકિસ્તાને આર્મી ચીફ) સાથે છે. તે તેમને સીએમ પદ માટે સ્વિકાર નહી કરે. 

સિદ્ધૂના પાકિસ્તાન સાથે સબંધ-કેપ્ટન અમરિંદર
કેપ્ટન અમરિંદર સિંહ (Capt. Amarinder Singh) એ કહ્યું કે 'પાકિસ્તાન કાશ્મીરમાં અમારા જવાનોની હત્યા કરે છે. તે પાકિસ્તાન સાથે સિદ્ધૂ (Navjot Singh Sidhu) ના સંબંધ છે. તે બાજવા અને ઇમરાનના મિત્ર છે. આ સંબંધ દેશની સુરક્ષા માટે ખતરનાક છે. જો સીએમ પદ માટે સિદ્ધૂનું નામ આગળ વધારવામાં આવ્યું તો દેશની સુરક્ષાને જોતાં હું તેનો વિરોધ કરીશ. 

કાબિલ વ્યક્તિ નથી સિદ્ધૂ- કેપ્ટન અમરિંદર
કેપ્ટન અમરિંદર સિંહ (Capt. Amarinder Singh) એ કહ્યું સિદ્ધૂ (Navjot Singh Sidhu) પંજાબ માટે એક ડિઝાસ્ટર બનવા જઇ રહ્યા છે. તે એક કાબિલ વ્યક્તિ નથી. જે આદમી મિનિસ્ટ્રી ન ચલાવે શકે , તે રાજ્ય શું ચલાવશે?'

સિદ્ધૂ ને CM બનાવવાનો કરશે વિરોધ
તેમણે આરોપ લગાવ્યો કે સિદ્ધૂ (Navjot Singh Sidhu) ના સંબંધ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન અને ત્યાંના આર્મી ચીફ જનરલ બાજવા સાથે છે. પાકિસ્તાનથી દરરોજ ડ્રોન પંજાબ-જમ્મૂમાં હથિયાર ડ્રગ્સ નાખે છે. એવા લોકો સાથે મિત્રતા રાખનાર સિદ્ધૂને તે તેમને કોઇપણ ભોગે CM સ્વિકાર કરશે નહી.   

ફોન પર સોનિયા બોલી- 'આઇ એમ સોરી અમરિંદર' 
કેપ્ટન અમરિંદર સિંહ (Capt. Amarinder Singh) એ કહ્યું કે શનિવારે સવારે રાજીનામા પહેલાં તેમણે પાર્ટીની અધ્યક્ષ સોનિયા ગાંધીને ફોન કર્યો હતો. તેમણે બીજી તરફ જવાબ આપતાં કહ્યું, 'આઇ એમ સોરી અમરિંદર' રાજીનામા બાદ હવે તેમનું આગામી પગલું શું હશે, તે સવાલ પર કેપ્ટને કહ્યું કે તેમની અત્યાર સુધી કોઇની સાથે વાત થઇ નથી. તે તમામ પરિસ્થિતિઓ પર વિચાર કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news