આ ગુજ્જુ ખેડૂત ઉગાડે છે 80 પ્રકારની અલગ-અલગ કેરી, ભાવ અઢીથી ત્રણ લાખ રૂપિયે કિલો

World Most Expensive Mango: રાજકોટના ખેડૂત જયસુખ રાદડિયાએ Miyazaki, King of Chakapat જેવી કેરીઓને સાથે-સાથે 80 પ્રકારની અલગ-અલગ કેરી ઉગાડી રહ્યા છે. દરેક પ્રકારની કેરીની પોતાની અલગ અલગ ખાસિયત છે. 

આ ગુજ્જુ ખેડૂત ઉગાડે છે 80 પ્રકારની અલગ-અલગ કેરી, ભાવ અઢીથી ત્રણ લાખ રૂપિયે કિલો

Miyazaki Mango: ભારતીયો મઍટે ગરમીની સિઝનનો અર્થ થાય છે કેરીની સિઝન. દરેકને કેરી ગમે છે અને એટલા માટે કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે ભારતમાં કેરી ઘણી જાતો છે અને લોકો દરેક પ્રકારની કેરીનો આનંદ માણે છે. પરંતુ કેરીની ઘણી જાત છે જેને દરેક સામાન્ય વ્યક્તિ ખરીદી શકતું નથી. જી હાં રાજકોટના ખેડૂતે કેરીની એવા પ્રકારની ખેતી કરી છે કે જેની કિંમત બે પાંચ કે દસ હજાર કે એક લાખ નહી પરંતુ અઢી લાખથી ત્રણ લાખ રૂપિયા છે. 

આ કેરીનું નામ છે ''મિયાઝાકી કેરી''. આ કેરી મૂળ રૂપથી જાપાનમાં ઉગાડવામાં આવે છે અન તે ત્યાંથી જ ભારત પહોંચી ચેહ અને તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2.50 લાખથી 3 લાખ રૂપિયાની વચ્ચે છે. ભારતમાં આજે ઘણા ખેડૂતો આ કેરીની ખેતી કરી રહ્યા છે અને ઘણી જગ્યાએ તો ખેડૂતો તેની રખેવાળી માટે ચોકીદાર પણ રાખે છે. 

કેમ આટલી મોંઘી છે કેરી
રાજકોટના ખેડૂત જયસુખ રાદડિયાએ આ કેરીને ઉગાડી છે. તેમનું કહેવું છે કે ભારતમાં ઘણા પ્રકારની કેરીને જાપાનથી ઓર્ડર કરી રહ્યા છે અને આ વખતે આ કરીની માંગ વધી રહી છે અને લોકો આ કેરીની ડિમાન્ડ કરી રહ્યા છે. જયસુખભાઇ આગામી વર્ષે આ કેરીના પાકને વેચવાનું શરૂ કરશે. 

મિયાઝાકી કેરીને જાપાનના મિયાઝાકી શહેરમાં ઉગાડવામાં આવે છે અને આ કેરીને ખાવાન ઘણા ફાયદા છે. આ કેરીમાં વિટામીન સી, એ અને કેન્સર વિરોધી તત્વો મળી આવે છે અને આ કેરીની મિઠાસ પણ અન્ય કેરીઓથી અલગ હોય છે. એક મિયાઝાકી કેરી 300 થી 400 ગ્રામ સુધીની હોય છે, જેનો રંગ સામાન્ય કરી કરતાં અલગ હોય છે. આ કેરી પર્પલ કલરની હોય છે. 

ઉગાડી 80 પ્રકારની કેરી
જયસુખ રાદડિયાએ કિંગ ઓફ ચકાપટ નામની વધુ એક દુર્લભ કેરીનું ઉત્પાદન કર્યું છે. આ જાતની એક કેરીનું વજન 1 કિલોથી 1200 ગ્રામ સુધીની હોય છે. આ કેરીની શોધ જાપાનમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત જયસુખ રાદડિયાએ 80 વિવિધ જાતોની કેરીઓનું ઉત્પાદન કર્યું છે, જેમાંથી મોટા ભાગના લોકો ઘણા જાણતા નથી. ખેડૂત જયસુખ રાદડિયાએ આ પ્રકારની ખાસ કેરીઓનું ઉત્પાદન કરીને વિશેષ ખ્યાતિ મેળવી છે અને સમગ્ર ગુજરાતમાં તેઓ ચર્ચાનો વિષય બન્યા છે.

ખૂબ ફાયદાકારક છે આ કેરી
મિયાઝાકી કેરીની ખેતી કરવાની રીત સરળ નથી. આ કેરીની ખેતી કરવામાં વિશેષ દેખભાળની જરૂર પડે છે. સાથે જ આ કેરી ખૂબ ઓછી માત્રામાં પાકે છે, જેથી તેની ડિમાન્ડ ખૂબ વધુ રહે છે. એક્સપર્ટનું માનીએ તો મિયાઝાકી કેરીની અંદર વિટામીન એ ખૂબ જ સારી માત્રામાં હોય છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ ઉપરાંત તેમાં વિટામીન સી નો સારો સ્ત્રોત હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

તો બીજી તરફ કેરીમાં પોટેશિયમ પણ આવે છે, જોકે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં ખૂબ મદદ કરે છે. મિયાઝાકી કેરીની અંદર એંટીઓક્સીડેન્ટ પણ હોય છે. આ કેરી ત્વચાથી માંડીને વાળ સુધી બધા માટે ફાયદાકારક હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news