CBI વિવાદ: સરકારે કહ્યું અસહ્ય પરિસ્થિતી થયા બાદ પગલા ઉઠાવવા હતા જરૂરી
તુષાર મહેતાએ કહ્યું કે, સીબીઆઇ જેવી વિશ્વસનીય તપાસ એજન્સીમાં આંતરિક વિગ્રહનાં કારણે લોકોમાં છતી ધુંધળી થઇ રહી હતી
Trending Photos
નવી દિલ્હી : CBI vs CBI મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. સીજેઆઇ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પીઠ આ મુદ્દે સુનવણી કરી રહી છે. CVCની તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જવાબમાં કહ્યું કે, સીવીસીની સંસદ પ્રત્યે જવાબદારી છે. અહી ગંભીર મુદ્દે તપાસ કરવાનાં બદલે સીબીઆઇનાં બંન્ને અધિકારીઓ એકબીજાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી રહ્યા હતા. એક-બીજાના સ્થળો પર દરોડા પડી રહ્યા હતા. ખુબ જ અસાધારણ પરિસ્થિતી સર્જાઇ હતી અને તેવામાં સીવીસી પગલા ઉઠાવે તે ખુબ જ જરૂરી બન્યું હતું.
તુષામ મહેતાએ કહ્યું કે, સીબીઆઇમાં જે પ્રકારની પરિસ્થિતી હતી, તેમાંસીવીસી મુકદર્શક બનીને બેસી રહે તે યોગ્ય નથી. એવું કરવું પોતાની ફરજને નજર અંદાજ કરવા જેવું હતું. બંન્ને અધિકારી એકબીજા ઉપર દરોડા પાડી રહ્યા હતા. કેટલાક અન્ય જવાબદારીઓની સાથે આ કેસમાં CVCની દલીલ પુર્ણ કરી લેવાઇ હતી.
અગાઉ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ મહત્વની ટીપ્પણી કરતા કહ્યું કે, સીબીઆઇનાં બંન્ને અધિકારીઓ વચ્ચે ટક્કર શું રાતોરાત થઇ ગઇ જે પસંદગી કમિટીને મંજુરી વગર સરકારને આલોક વર્માને રજા પર મોકલવાનો નિર્ણય લેવો પડ્યો. શું તે યોગ્ય ન હોત કે એવું પગલું ઉઠાવતા પહેલા પસંદગી સમિતી સાથે સલાહ મંત્રણા કરવામાં આવે. સુનવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે, સીબીઆઇ ડાયરેક્ટરનાં કાર્યકાળને બે વર્ષ નિશ્ચિત કરવા પાછળનો હેતુ આ પદને સ્થાયીત્વ આપવાનો હતો. આલોક વર્માની દલીલ હતી કે તેમને રજા પર ઉતારી દેવાના નિર્ણય વિનીત નારાયણ કેસમાં સુપ્રીમ કોર્ટનાં ચુકાદાની વિરુદ્ધ છે અને આ ચુકાદો તેમની પસંદગી કરનારી પેનલની મંજુરીથી લેવામાં આવે છે.
બીજી તરફ જસ્ટિસ સંજય કિશન કૌલે સીવીસીને પુછ્યું કે, જો અમે તે સ્વિકારી લઇએ કે તે સમયની પરિસ્થિતી અનુસાર સરકારની કાર્યવાહી જરૂરી હતી તો તમે પસંદગી સમિતીનો સંપર્ક કેમ ન કર્યો ? સીજેઆઇએ કહ્યું કે, આલોગ વર્માનું કહેવું છે કે તેમને તેમનાં અધિકારોથી દુર કરનારી કોઇ પણ કાર્યવાહી વિનીત નારાય કેસમાં અપાયેલા ચુકાદાને પ્રભાવિત કરે છે. સરકારને એવી કોઇ પણ કાર્યવાહી માટે પસંદગી સમિતીની પરવાનગી લેવી જોઇએ.
અગાઉ બુધવારે સુનવણી દરમિયાન એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે, સીબીઆઇનાં બે મોટા અધિકારીઓ નિર્દેશક અને વિશેષ નિર્દેશક વચ્ચે આંતરિક વિખવાદ હતો. સમાચારો મીડિયામાં આવી રહ્યા હતા. જેના કારણે સીબીઆઇની છબી ધુંધળી થઇ રહી હતી. સીબીઆઇ જેવી એજન્સી પર લોકોનો વિશ્વાસ જળવાઇ રહે તે માટે વર્મા પાસેથી કામકાજ પરત લઇ લીધું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે