CBSE 10th Result:છવાઇ સ્મૃતિ ઇરાનીની પુત્રી, 10માં ધોરણમાં આવ્યા આટલા માર્ક

પરિક્ષામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની પુત્રીએ 82 ટકા પ્રાપ્ત કર્યા છે, સ્મૃતિ ઇરાનીએ ટ્વીટ કરી વ્યક્ત કર્યો આનંદ

CBSE 10th Result:છવાઇ સ્મૃતિ ઇરાનીની પુત્રી, 10માં ધોરણમાં આવ્યા આટલા માર્ક

નવી દિલ્હી : CBSE 10th Result 2019 સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE)એ 10માં ધોરણનું પરિણામ થોડા સમય પહેલા જ જાહેર કર્યું છે. પરીક્ષામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની પુત્રીએ પણ 82 ટકા પ્રાપ્ત કર્યા છે. સ્મૃતિ ઇરાનીના પુત્રની આ સફળતા પ્રસંગે ખુશી વ્યક્ત કરતા ટ્વીટર પર પુત્રીનો સ્કોર શેર કર્યો છે. તેમણે પુત્રીને શુભકામના આપતા કહ્યું કે, અનેક મુશ્કેલીઓ છતા પણ તેની પુત્રીએ ઘણુ સારુ પ્રદર્શન કર્યું છે. 

સ્મૃતીએ ટ્વીટર પર સ્કોર શેર કરતા તેને શુભકામનાઓ પાઠવી. તે ઉપરાંત અનેક લોકોએ પણ તેમને તથા તેમની પુત્રીને આ સફળતા અંગે શુભકામના આપી છે. આ અગાઉ સ્મૃતિ ઇરાનીનાં પુત્ર જોહર ઇરાનીએ 12માં ધોરણની બોર્ડની પરીક્ષામાં ઘણુ સારુ પ્રદર્શન કર્યું હતું. પહેલા જણાવાઇ રહ્યું હતું કે, 10માંનાં પરિણામ 5 મેના રોજ જાહેર કરવામાં આવશે. ત્યાર બાદ બોર્ડે આ મેનાં બીજા અઠવાડીયામાં જાહેર કરવાની જાહેરાત કરી હતી. 

બંગાળમાં તૃણમુલ ટોળાબાજી TAX, જયશ્રી રામ કહેનારને જેલ થાય છે: PM
મંગળવારે એટલે કે 6 મે પહેલા સુધી 10માંનું પરિણામ (CBSE 10th Board Result 2019) સંબંધિત કોઇ પણ પ્રકારની અધિકારીક જાહેરાત કરવામાં નહોતી આવી. બોર્ડે થોડા જ સમય પહેલા 10માં ધોરણનું પરિણામ જાહેર કરવાની માહિતી આપી છે. 

પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી
સીબીએસઇ બોર્ડ સુત્રો અનુસાર આ વર્ષે 10નાં રિઝલ્ટમાં વિદ્યાર્થીને પાસ ટકા આસરે 5 ટકા વધી ચુક્યું છે. આ વર્ષનું કુલ પરિણામ  91.1 ટકા પરિણામ છે. ગત્ત વર્ષે રિઝલ્ટ 86.70 ટકા હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news