આંખોમાં નખાતી કોરોનાની 'ચમત્કારિક દવા'ની દરેક જગ્યાએ ચર્ચા, દાવાનો થઈ રહ્યો છે ટેસ્ટ

આયુર્વેદિક દવા ડોક્ટર બી. આનંદૈયાએ 21 એપ્રિલથી તે લેવાની શરૂ કરી અને ત્યારથી તેની Covid-19 માટે ચમત્કારિક સારવાર માટે ખ્યાતી મળી હતી. 

આંખોમાં નખાતી કોરોનાની 'ચમત્કારિક દવા'ની દરેક જગ્યાએ ચર્ચા, દાવાનો થઈ રહ્યો છે ટેસ્ટ

અમરાવતીઃ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ (CCRAS) 'કૃષ્ણપટનમ દવા'નું ટેસ્ટિંગ કરી રહી છે. આ દવાને  Covid-19 ની સારવાર માટે ચમત્કારિક ગણાવવામાં આવી રહી છે. તેની અસરકારકતાની તપાસ માટે તેને ઓછામાં ઓછા 500 લોકોને આપવામાં આવી છે. આંધ્ર પ્રદેશ સરકાર હવે આ દવાનું ટેસ્ટિંગ કરાવી રહી છે. 

એક સપ્તાહમાં આવી શકે છે રિપોર્ટ
આંધ્ર પ્રદેશ આયુષ વિભાગ (Andhra Pradesh Ayush Department) એ જાણકારી આપી છે કે કૃષ્ણપટનમ દવાના ટેસ્ટિંગ CCRAS માં વ્યાપક સ્તરે કરવામાં આવી રહ્યું છે. Covid-19 ની સમીક્ષા બેઠર દરમિયાન આયુષ સચિવ રામુલૂ એને મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીને જણાવ્યુ કે કથિત દવાની સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર થાય છે કે નહીં, તેના વિશે એક સપ્તાહમાં રિપોર્ટ આપી શકે છે. 

કોઈ આડઅસર તો નથીને?
આંધ્ર પ્રદેશ મુખ્યમંત્રી ઓફિસ તરફથી જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, મુખ્યમમંત્રીએ સ્વાસ્થ્ય અધિકારીઓને કહ્યું કે, આઈ સ્પેશિયાલિસ્ટ  (Eye Specialist) પાસે પણ દવાની તપાસ કરાવવામાં આવે જેથી આંખમાં નાખવાથી તેની કોઈ આડઅસર થતી નથીને. મુખ્યમંત્રીના હવાલાથી જણાવવામાં આવ્યું કે, રિપોર્ટ આવ્યા બાદ અમે કૃષ્ણપટનમ દવા વિશે નિર્ણય કરીશું. આયુર્વેદિક દવા ડોક્ટર બી. આનંદૈયાએ 21 એપ્રિલથી તે લેવાની શરૂ કરી અને ત્યારથી  તેની Covid-19 માટે ચમત્કારિક સારવાર માટે ખ્યાતી મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news