'માચિસની ડબ્બી'નો એ જવાબ રાવતને સેનામાં લઈ આવ્યો અને CDS ના પદ સુધી પહોંચાડ્યા! જનરલનો આગ સાથે શું હતો સંબંધ?

'માચિસની ડબ્બી'નો એ જવાબ જેણે CDS માટે ખોલ્યા NDAના દરવાજા...અને સેનાની ત્રણેય પાંખોના વડાના સર્વોચ્ચ પદ સુધી પહોંચાડ્યાં. રાવત સેનાના ઈન્ટરવ્યૂમાં કઈ રીતે સિલેક્ટ થયા તે કિસ્સો જાણવા જેવો છે.

'માચિસની ડબ્બી'નો એ જવાબ રાવતને સેનામાં લઈ આવ્યો અને CDS ના પદ સુધી પહોંચાડ્યા! જનરલનો આગ સાથે શું હતો સંબંધ?

નવી દિલ્હીઃ કિસ્સો એ સમયનો છે જ્યારે રાવત UPSC દ્વારા આયોજિત NDAની પરીક્ષા પાસ કરી ચુક્યા હતા. હવે વારો ઈન્ટરવ્યૂનો હતો. જ્યાં તેમના જેવા અનેક વિદ્યાર્થીઓ હતા. NDAની પરીક્ષા ખૂબ જ કઠીન હોય છે. એક ખોટો જવાબ તમારી મહીનાઓની શારીરિક અને માનસિક તપસ્યાને બેકાર કરી કે છે. ભારત માતાના સાચા સૈનિક અને ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતના અચાનક નિધનથી આખો દેશ શોકમાં છે. જનરલ બિપિન રાવત આજીવન સૈનિક રહ્યા. બિપિન રાવતના કિસ્સા અને કહાનીઓ સૌ કોઈને પ્રેરણા આપે એવા છે. 37 વર્ષના પોતાના સેનાના કરિયર દરમિયાન બિપિન રાવતે ઘણી ઉપલબ્ધિઓ મેળવી છે. અડગ નિર્ણય શક્તિ તેમનું જમા પાસું હતું અને આ નિર્ણય શક્તિએ જ તેમને NDSમાં પ્રવેશ અપાવ્યો હતો.

કિસ્સો એ સમયનો છે જ્યારે રાવત UPSC દ્વારા આયોજિત NDAની પરીક્ષા પાસ કરી ચુક્યા હતા. હવે વારો ઈન્ટરવ્યૂનો હતો. જ્યાં તેમના જેવા અનેક વિદ્યાર્થીઓ હતા. NDAની પરીક્ષા ખૂબ જ કઠીન હોય છે. એક ખોટો જવાબ તમારી મહીનાઓની શારીરિક અને માનસિક તપસ્યાને બેકાર કરી કે છે. આજે અમે તેમને જણાવીશું એક એવો કિસ્સો જેનાથી તેમને નેશનલ ડિફેન્સ એકેડેમીમાં એન્ટ્રી મળી. એક ઈન્ટરવ્યૂમાં બિપિન રાવતે કહ્યું કે, "UPSCની NDAની પરીક્ષા ક્વોલિફાય કર્યા અમે સર્વિસ સિલેક્શન બોર્ડ પાસે ગયા. મને અલાહાબાદ જવાનું કહેવામાં આવ્યું. અહીં ચાર-પાંચ દિવસની સખત ટ્રેનિંગ બાદ અને ટેસ્ટિંગ બાદ આખરે ઈન્ટરવ્યૂનો સમય આવ્યો. અમે લાઈનમાં ઉભા હતા. એક-એક કરીને અમને રૂમમાં બોલાવવામાં આવ્યા. અહીં જ અમારા ભાગ્યનો નિર્ણય થવાનો હતો."

બિપિન રાવતે કહ્યું કે, આખરે મારો વારો આવ્યો. હું અંદર ગયો. સામે એક બ્રિગેડિયર રેંકના ઑફિસર હતા. એક યુવા વિદ્યાર્થીઓના રૂપમાં હું એ ઑફિસમાં ચકિત હતો. તેમણે પહેલા મને ચાર પાંચ સામાન્ય સવાલ પુછ્યા. હું સહજ થયો. જે બાદ તેમણે મને હોબી પુછી. બિપિન રાવતે કહ્યું કે, મે તેમને મારા શોખ જણાવ્યા. પરંતુ હું ટ્રેકિંગનો દીવાનો હતો. ત્યારે તેમણે મારી સામે એક સવાલ સવાલ રાખ્યો. જે સિમ્પલ લાગી રહ્યું હતું. તેમણે પુછ્યું કે, જો તમે ટ્રેકિંગ પર જવાના હો, જે ચાર પાંચ દિવસ ચાલવાની હોય, તો તમે સૌથી મહત્વપૂર્ણ સામાનનું નામ જણાવો જે તમે તમારી સાથે રાખવા માંગતા હો.

જવાબમાં બિપિન રાવતે કહ્યું કે, માચિસ. બિપિન રાવતે કહ્યું કે, પછી તેમને એવું પણ પુછવામાં આવ્યું કે, તેમણે માચિસને કેમ પસંદ કરી? તે કોઈ બીજી વસ્તુને પણ પસંદ કરી શકતા હતા. ત્યારે રાવતે કહ્યું કે, જો તેમની પાસે માચિસ હોય તો તે ટ્રેકિંગ દરમિયાન અનેક ગતિવિધિઓને અંજામ આપી શકતા હતા. બિપિન રાવતે કહ્યું કે, મનુષ્ય પ્રારંભિક યુગમાં આદિમ અવસ્થાથી આગળ વધ્યા તો તેમણે આગની શોધને સૌથી મહત્વપૂર્ણ માની. જેથી મને લાગ્યું કે માચિસ ખૂબ જ મહત્વનું છે. 

ઈન્ટરવ્યૂ દરમિયાન બ્રિગેડિયરે તેમને સમજાવવાની અને દબાણ કરવાનો પણ પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે તેઓ ચાકૂ, રકસક કે બુક લઈને જઈ શકતા હતા. પરંતુ હું મારા જવાબ પર અડગ રહ્યો. મે વિનમ્રતાથી મારી વાત મુકી અને તેના પર અડગ રહ્યો અને મારું સિલેક્શન થઈ ગયું

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news