Naag Nagin Love Video: નાગ-નાગણનો પ્રેમ કેમેરામાં કેદ, પણ પછી અચાનક જે થયું, જોઈને રહી જશો દંગ

ઈન્ટરનેટની દુનિયામાં ચોંકાવનારા અનેક વાયરલ વીડિયો સામે આવતા રહેતા હોય છે. અહીં ક્યારેક આપણે એવું પણ જોઈએ છીએ જે નરી આંખે ભાગ્યે જ જોવા મળે. હાલ એક એવો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે જે નાગ નાગણના પ્રેમનો છે. જે જોશો તો તમે જોતા જ રહી જશો..

Updated By: Dec 15, 2021, 04:00 PM IST
Naag Nagin Love Video: નાગ-નાગણનો પ્રેમ કેમેરામાં કેદ, પણ પછી અચાનક જે થયું, જોઈને રહી જશો દંગ

Naag Nagin Love Video:  ઈન્ટરનેટની દુનિયામાં ચોંકાવનારા અનેક વાયરલ વીડિયો સામે આવતા રહેતા હોય છે. અહીં ક્યારેક આપણે એવું પણ જોઈએ છીએ જે નરી આંખે ભાગ્યે જ જોવા મળે. હાલ એક એવો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે જે નાગ નાગણના પ્રેમનો છે. આ વીડિયો જો તમે જોશો તો તમે જોતા જ રહી જશો. ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ આ દ્રશ્ય કેમેરામાં કેદ કરી લીધુ જે સોશિયલ મીડિયામાં આવતા જ વાયરલ થઈ ગયો. વીડિયો અત્યાર સુધીમાં અલગ અલગ પ્લેટફોર્મ પર લાખો કરોડો લોકો દ્વારા જોવાઈ ચૂક્યો છે. નેટિઝન્સ તેને ખુબ પસંદ કરી રહ્યા છે. 

વાયરલ થઈ રહેલો આ વીડિયો કોઈ મેદાની વિસ્તારનો છે. જેમા જોઈ શકાય છે કે લગભગ 7 ફૂટ લાંબા નાગ નાગણ ઝાડીમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં આવે છે અને એકબીજાને લપેટાઈ જાય છે. જેમાં એક નાગ બીજાના ચહેરા પર માથું રાખવાની કોશિશ કરે છે. બીજો પણ એમ જ કરવાની કોશિશ કરે છે. વીડિયોમાં આ નજારો જોવા લાયક છે. જો કે ગણતરીની પળો બાદ જોવા મળે છે કે નાગનો સ્વભાવ એકદમ બદલાઈ જાય છે અને નાગણને બટકું ભરવાની કોશિશ કરતો જોવા મળે છે. 

સોશિયલ મીડિયા પર આ વીડિયો જો કે ખુબ વાયરલ થઈ રહ્યો છે. તમે પણ જુઓ આ વીડિયો. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર snake._.world નામના પેજ પર અપલોડ કરાયો છે. તમે પણ જુઓ આ વીડિયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube