Corona Vaccine: Covid-19 રસીકરણ સિસ્ટમના પરીક્ષણ માટે 4 રાજ્યોમાં રિહર્સલ; જાણો વિગતો

કેન્દ્ર સરકાર (Center Government)એ કોવિડ-19 રસીકરણ (Corona Vaccination)ની વ્યવસ્થાઓની આકારણી કરવા માટે પંજાબ, આસામ, આંદ્ર પ્રદેશ અને ગુજરાતમાં આગામી અઠવાડિયાથી રિહર્સલ એટલે કે ડ્રાઈ રનની તૈયારી પૂર્ણ કરી લીધી છે

Corona Vaccine: Covid-19 રસીકરણ સિસ્ટમના પરીક્ષણ માટે 4 રાજ્યોમાં રિહર્સલ; જાણો વિગતો

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર (Center Government)એ કોવિડ-19 રસીકરણ (Corona Vaccination)ની વ્યવસ્થાઓની આકારણી કરવા માટે પંજાબ, આસામ, આંદ્ર પ્રદેશ અને ગુજરાતમાં આગામી અઠવાડિયાથી રિહર્સલ એટલે કે ડ્રાઈ રનની તૈયારી પૂર્ણ કરી લીધી છે.

કોરોના વેક્સિનના રસીકરણને લઇને ટુંક સમયમાં આવશે સારા સમાચાર
સરકારી એજન્સીઓની હાલની ગતિવિધીઓથી સ્પષ્ટ છે કે, દેશભરમાં Covid-19 વેક્સિન (Corona Vaccine)ને દેશના દરેક નાગરિક સુધી પહોંચાડવાની તૈયારી છેલ્લા તબક્કામાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારના આપવામાં આવેલી જાણકારી અનુસાર રિહર્સલમાં રસીના સપ્લાય, ચેક રસીદ અને ફાળવણીથી સંબંધિત ઓનલાઇન સિસ્ટમ કોવિન (Covin)માં જરૂરી ડેટાની એન્ટ્રી, ટીમના સભ્યોની તૈનાતી, રસી કેન્દ્રો પર લાભાર્થિયોની સાથે એક પૂર્વાભ્યાસ કરવામાં આવશે.

આ પહેલા, મિશન સાથે સંકળાયેલા લોકો રિહર્સલ પહેલાં મહત્વની બેઠકમાં ભાગ લેશે.

સમાપ્ત થયું રસીકરણની તૈયારીઓ અને પ્રશિક્ષણ કાર્ય
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી પ્રાપ્ત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચારેય રાજ્યોમાં 28-29 ડિસેમ્બરના રોજ રિહર્સલની તૈયારી કરવામાં આવી છે. કોરોના રસીકરણ મિશન માટે જરૂરી તાલીમ પૂર્ણ થઈ ગઈ છે.

તે જ સમયે, આ રિહર્સલ દરમિયાન, Covid-19 રસીના રેફ્રિજરેશન સ્ટોર્સ (Refrigeration stores), તેની ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા (Transportation arrangements), રસી કેન્દ્રો પર ભીડનું સંચાલન અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન એકબીજા વચ્ચેનું અંતર (Social Distancing System)નું પણ ધ્યાન રાખવામાં આવશે.

આ રીતે થશે ચાર રાજ્યોમાં ડ્રાય રન
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ રિહર્સલ દરેક રાજ્યના બે જુદા જુદા જિલ્લામાં, પાંચ જુદા જુદા રસી કેન્દ્રોમાં કરવામાં આવશે. પંજાબ વિશે વાત કરતા, લુધિયાણા અને શહીદ ભગતસિંહ નગરની પસંદગી કોવિડ રસીકરણના ડ્રાય રન માટે કરવામાં આવી છે. લુધિયાણાના ડેપ્યુટી કમિશનર વી. શર્માએ જણાવ્યું હતું કે અહીં રસીકરણ માટે 805 સર્વિસ લોકેશન નક્કી કરવામાં આવ્યા છે.

રિહર્સલનાં પરિણામોની અલગ તપાસ કરવામાં આવશે. ડ્રાય રન માટે રાજ્ય સ્તરે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)માં તાલીમ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે અને આ સમયગાળા દરમિયાન જિલ્લા કક્ષાએ 7,000થી વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news