છત્તીસગઢ પોલીસ ઘર્ષણમાં 6 મહિલાઓ સહીત 12 નક્સલવાદીઓ ઠાર: 1 જવાન શહીદ

છત્તીસગઢનાં  નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં છત્તીસગઢ અને તેલંગાણા પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ઘર્ષણ દરમિયાન 12 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. તેમાંથી 6 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ તેલંગાણા પોલીસનાં એખ જવાન પણ શહીદ થઇ ગયા છે. હાલ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યનાં દક્ષિણ બસ્તર વિસ્તારમાં પોલીસ ઉપમહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું કે, જિલ્લાનાં ઉસુર પોલીસ સ્ટેશન અંતર્ગત પામેડ અને ઉસૂરનાં મધ્ય પુજારી કાંકેરા ગામનાં જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓની વચ્ચે થયેલ ઘર્ષણમાં પોલીસે 12 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા.
છત્તીસગઢ પોલીસ ઘર્ષણમાં 6 મહિલાઓ સહીત 12 નક્સલવાદીઓ ઠાર: 1 જવાન શહીદ

રાયપુર : છત્તીસગઢનાં  નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં છત્તીસગઢ અને તેલંગાણા પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ઘર્ષણ દરમિયાન 12 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. તેમાંથી 6 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ તેલંગાણા પોલીસનાં એખ જવાન પણ શહીદ થઇ ગયા છે. હાલ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યનાં દક્ષિણ બસ્તર વિસ્તારમાં પોલીસ ઉપમહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું કે, જિલ્લાનાં ઉસુર પોલીસ સ્ટેશન અંતર્ગત પામેડ અને ઉસૂરનાં મધ્ય પુજારી કાંકેરા ગામનાં જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓની વચ્ચે થયેલ ઘર્ષણમાં પોલીસે 12 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા.

સુંદર રાજને જણાવ્યું કે, છત્તીસગઢ અને તેલંગાણા પોલીસે સીમાવર્તી બિજાપુર જિલ્લાનાં ઉસૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા નક્સલવાદીઓને માહિતી મળી હતી. મળતી માહિતી અનુસાર તેલંગાણાનાં ગ્રેહાઉડ દળ તથા બીજાપુર જિલ્લાનાં ડીઆરજી, એસટીએફ અને જિલ્લા દળનાં જવાનો પેટ્રોલિંગમાં રવાના થયા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જ્યારે ગ્રેહાઉન્ડનું જુથ પુજારી કાંકેર ગામનાં જંગલમાં પહોંચ્યા ત્યારે નક્સલવાદીઓએ પોલીસ દળ પર ગોળીબાર ચાલુ કર્યો હતો. ત્યાર બાદ પોલીસ દળ દ્વારા પણ જવાબી કાર્યવાહી કરી હતી. થોડા સમય સુધી બંન્ને તરફથી ગોળીબાર બાદ નક્સલી ત્યાંથી ફરાર થઇ ગયા. આ ઘટનામાં ગ્રેહાઉન્ડમાં એખ જવાન ઘાયલ પણ થો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news