Chhattisgarh: સુકમામાં CRPF જવાને પોતાના જ સાથીઓ પર ફાયરિંગ કર્યું, 4ના મોત અને 3 ઘાયલ
છત્તીસગઢના સુકમાથી મોટા સમાચાર આવ્યા છે. આ નક્સલી વિસ્તારમાં તૈનાત એક સીઆરપીએફ (CRPF Jawan opened fired on Company Personnel) જવાને પોતાના જ સાથીઓ પર ફાયરિંગ કર્યું.
Trending Photos
સુકમા: છત્તીસગઢના સુકમાથી મોટા સમાચાર આવ્યા છે. આ નક્સલી વિસ્તારમાં તૈનાત એક સીઆરપીએફ (CRPF Jawan opened fired on Company Personnel) જવાને પોતાના જ સાથીઓ પર ફાયરિંગ કર્યું. આ ઘટનામાં અત્યાર સુધીમાં 4 જવાનોના મોત થયા છે. જ્યારે 3 જવાન ઘાયલ થયા છે. ગોળી ચલાવનારા સીઆરપીએફ જવાન રિતેશ રંજનને અટકાયતમાં લેવાયો છે અને અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે.
ફાયરિંગ કેમ કર્યું તે કારણ જાણવા મળ્યું નથી
ઘટના રાતે લગભગ 3.25 વાગ્યાની છે અને સુકમા જિલ્લાના મરઈગુડાના લિંગનપલ્લીમાં સીઆરપીએફની 50મી બટાલિયન કેમ્પમાં જવાને સાથી જવાનો પર જ ફાયરિંગ કરી નાખ્યું. ફાયરિંગ કરનારા જવાનનું નામ રિતેશ રંજન હોવાનું કહેવાય છે. જે રાતે ડ્યૂટી પર તૈનાત હતો. જો કે હજુ પણ અચાનક તેણે આ રીતે પોતાના જ સાથી જવાનો પર ફાયરિંગ કેમ કર્યું તેનું કારણ સામે આવ્યું નથી.
Chhattisgarh: Four jawans of CRPF 50 Bn killed and 3 injured in a case of fratricide in a CRPF camp in Maraiguda Police station limits of Sukma. A jawan had opened fire at the camp. pic.twitter.com/4ZF64RCNKM
— ANI (@ANI) November 8, 2021
મધરાતે કર્યું ફાયરિંગ
ઘટના રાતે લગભગ 3.25 વાગ્યાની છે અને સુકમા જિલ્લાના મરઈગુડાના લિંગનપલ્લીમાં સીઆરપીએફની 50મી બટાલિયન કેમ્પમાં જવાને સાથી જવાનો પર જ ફાયરિંગ કરી નાખ્યું. ફાયરિંગ કરનારા જવાનનું નામ રિતેશ રંજન હોવાનું કહેવાય છે. જે રાતે ડ્યૂટી પર તૈનાત હતો.
કારણ હજુ જાણવા મળ્યું નથી.
જો કે હજુ પણ અચાનક તેણે આ રીતે પોતાના જ સાથી જવાનો પર ફાયરિંગ કેમ કર્યું તેનું કારણ સામે આવ્યું નથી. ફાયરિંગમાં મૃત્યુ પામેલા જવાનોમાં ધનજી, રાજીવ મંડલ રાજમણી કુમાર યાદવના નામ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે