કોરોનાની બીજી લહેર પર ચીન બોલ્યું- અમે ભારતની સાથે, તમામ પ્રકારની સહાય કરીશું
ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યુ- મહામારીની એક નવી લહેર વચ્ચે હું એકવાર ફરી ભારત પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરૂ છું. આ મુશ્કેલ સમયમાં, ચીન સહિત બધા બ્રિક્સ દેશ ભારતની સાથે ઉભા છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેર પર ભારતનો સાથ આપતા ચીને મંગળવારે કહ્યું તે તમામ પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવશે. બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓ સાથે થયેલી વાતચીત દરમિયાન ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યુ- મહામારીની એક નવી લહેર વચ્ચે હું એકવાર ફરી ભારત પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરૂ છું. આ મુશ્કેલ સમયમાં, ચીન સહિત બધા બ્રિક્સ દેશ ભારતની સાથે ઉભા છે. જ્યાં સુધી ભારતને જરૂરીયાત હશે, ચીન સહિત બધા બ્રિક્સ ભાગીદાર આગળ સમર્થન પ્રદાન કરશે.
ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યુ કે, તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારત ચોક્કસપણે આ મહામારીમાંથી બહાર આવશે. બ્રિક્સ દુનિયાની મુખ્ય ઉભરતી બજાર અર્થવ્યવસ્થાઓ જેમ કે- બ્રાઝિલ, રશિયા, ભારત ચીન અને દક્ષિણ આફ્રિકાનો શક્તિશાળી સમૂહ છે.
બ્રિક્સ તંત્રનો ઉદ્દેશ્ય શાંતિ, સુરક્ષા, વિકાસ અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. વર્ચ્યુઅલ રીતે થયેલી બેઠકની અધ્યક્ષતા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કરી હતી. આ બેઠકમાં વાંદ યી સિવાય બ્રાઝિલના વિદેશ મંત્રી કાર્લોસ અલ્બર્ટો ફ્રેંકો, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રી ગ્રેસ નલેદી મૈન્ડિસા પન્ડોરે ભાગ લીધો હતો.
I express my sympathy to India for the severe impact of the second wave of COVID-19. At this trying time, China stands in solidarity with India and all BRICS countries: Chinese Foreign Minister Wang Yi during BRICS foreign ministers' meeting pic.twitter.com/3r8CXjk8hO
— ANI (@ANI) June 1, 2021
પોતાના ઉદ્ઘાટન ભાષણમાં જયશંકરે કહ્યુ- ભારતે બ્રિક્સની 15મી વર્ષગાંઠ પર અધ્યક્ષતા ગ્રહણ કરી છે. 2006માં ન્યૂયોર્કમાં પ્રથમવાર આપણા વિદેશ મંત્રીઓની મુલાકાતથી આપણે એક લાંબી સફર કાપી છે. આપણા સમૂહનું માર્ગદર્શન કરવાના સિદ્ધાંત પર યથાવત છીએ.
મહત્વનું છે કે ભારતમાં 54 દિવસ બાદ 24 કલાકમાં કોવિડ-19ના સૌથી ઓછા 1,27,510 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 2,81,75,044 થઈ ગઈ છે. તો પોઝિટિવિટી રેટ 6.62 ટકા થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં 2795 લોકોના કોરોના સંક્રમણના લીધે મૃત્યુ બાદ કુલ મૃત્યુઆંક 3,31,895 થઈ ગયો છે. દેશમાં 35 દિવસ બાદ સંક્રમણથી મોતના આટલા ઓછા આંકડા સામે આવ્યા છે. તો 43 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 20 લાખની નીચે પહોંચી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે