બિહારના રાજકારણમાં ઉથલપાથલ, LJP માં ચિરાગ પાસવાન સામે બળવો, 5 સાંસદ JDUમાં જોડાઈ શકે છે
બિહારના રાજકારણમાં ફરીએકવાર ગરમાવો આવી ગયો છે. લોક જનશક્તિ પાર્ટી (LJP)માં ઉથલપાથલ જોવા મળી રહી છે.
Trending Photos
પટણા: બિહારના રાજકારણમાં ફરીએકવાર ગરમાવો આવી ગયો છે. લોક જનશક્તિ પાર્ટી (LJP)માં ઉથલપાથલ જોવા મળી રહી છે. હાજીપુર સાંસદ પશુપતિ પારસે જેડીયુના મોટા નેતા લલન સિંહ સાથે મુલાકાત કરી છે. એલજેપીના તમામ સાંસદોએ પશુપતિ પારસને પોતાના નેતા માની લીધા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને પાંચ સાંસદોએ આ અંગે જાણકારી આપી છે. સ્થિતિ એવી બની રહી છે કે LJP માં ચિરાગ પાસવાન એકલા પડતા જોવા મળી રહ્યા છે.
ચિરાગ એકલા પડ્યા!
બિહારના રાજકારણમાં પોતાની ખાસ ઓળખ બનાવી ચૂકેલા લોક જનશક્તિ પાર્ટી (LJP)ના સંસ્થાપક રામવિલાસ પાસવાનના નિધન બાદ તેમના પુત્ર અને જમુઈથી સાંસદ ચિરાગ પાસવાન રાજકારણમાં એકલા પડતા જોવા મળી રહ્યા છે. ગત વર્ષ બિહારમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં અનેક પોતાના લોકોએ LJP છોડી હતી, જે અત્યારે સાથે છે તે પણ છોડીને જઈ શકે છે તેવી અટકળો થઈ રહી છે.
ચૂંટણીમાં જેડીયુને પહોંચાડ્યું હતું નુકસાન
બિહાર વિધાનસભા પરિષદમાં એલજેપીનું એકમાત્ર પ્રતિનિધિત્વ કરનારા નુતન સિંહ અગાઉ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ગત વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં ચિરાગે પોતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદના હનુમાન ગણાવીને પાર્ટીને ચૂંટણી મેદાનમાં ઉતારી હતી. એવી સ્થિતિમાં ભાજપના નેતાઓએ પણ કહી દીધુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના બિહાર પ્રવાસમાં કહ્યું હતું કે એનડીએમાં ફક્ત ભાજપ, જેડીયુ, વિકાસશીલ ઈન્સાન પાર્ટી અને હિન્દુસ્તાન અવામ મોર્ચા સામેલ છે. કહેવાય છે કે આમ છતાં એલજેપી મતદારોમાં ભ્રમ પેદા કરવામાં સફળ રહી અને આ કારણે ચૂંટણીમાં એલજેપી ભલે એક જ બેઠક પર જીતી પણ જેડીયુને અનેક બેઠકો પર નુકસાન પહોંચાડ્યું હતું.
હવે જેડીયુ લેશે બદલો?
ચિરાગ માટે બિહાર વિધાનસભા ચૂંટણીનો દાવ હવે ઉલ્ટો પડ્યો છે. બિહારમાં એક સાથે સરકાર ચલાવી રહેલા ભાજપ-જેડીયુના દબાણમાં એલજેપીના સંસ્થાપક રામવિલાસ પાસવાનના નિધન બાદ ખાલી થયેલી રાજ્યસભા બેઠક પર એલજેપીના કોઈ નેતાને નહીં મોકલીને ભાજપે પૂર્વ ડેપ્યુટીસીએમ સુશીલકુમાર મોદીને મોકલી એલજેપીને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે એનડીએમાં હવે એલજેપીની સ્થિતિ પહેલા જેવી નથી. બાકીની કસર હવે જેડીયુ પૂરી કરવા તૈયાર છે. વિધાનસભા ચૂંટણીમાં જેડીયુ રાજ્યમાં ત્રીજા નંબરની પાર્ટી બની ગઈ છે. જેડીયુના નેતા આ માટે સૌથી વધુ એલજેપીને જવાબદાર ગણે છે. આવામાં જો કે જેડીયુ નેતા એલજેપીને લઈને ખુલીને કશું બોલતા નથી પરંતુ પરિસ્થિતિ જોઈને તો એવું જ લાગે છે કે જેડીયુ પોતાને થયેલા નુકસાનનો બદલો જલદી લઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે