પંજાબમાં CM કેજરીવાલે કરી મોટી જાહેરાત, દરેક મહિલાને દર મહિને મળશે 1000 રૂપિયા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મોગામાં એક રેલીને સંબોધિત કરતા મોટો ચૂંટણી વાયદો કરયો છે. તેમણે કહ્યું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં બની તો દરેક મહિલાને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. 

પંજાબમાં CM કેજરીવાલે કરી મોટી જાહેરાત, દરેક મહિલાને દર મહિને મળશે 1000 રૂપિયા

મોગાઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મોગામાં એક રેલીને સંબોધિત કરતા મોટુ ચૂંટણી વચન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં બની તો દરેક મહિલાને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. પેન્શન સિવાય આ પૈસા મળશે. આ વિશ્વનું સૌથી મોટું મહિલા સશક્તિકરણ અભિયાન હશે. 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, મારા વિરોધી કહેશે કે પૈસા ક્યાંથી આવશે? બસ પંજાબમામ માફિયા ખતમ કરવાના છે. પૈસા આવી જશે. મુખ્યમંત્રી પ્લાન ખરીદે છે. મેં નથી ખરીદ્યું. મેં ટિકિટ ફ્રી કરી દીધી છે. કેજરીવાલ જે કહે છે તે કરે છે. આ ચૂંટણી પંજાબનું ભવિષ્ય બદલી શકે છે. 

— ANI (@ANI) November 22, 2021

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, આ વખતે પિતાજી કે પછી પતિ નહીં જણાવે કોને  વોટ આપવાનો છે. પરંતુ મહિલાઓ નક્કી કરશે કે કોને મત આપવાનો છે. બધી મહિલાઓ ઘરમાં કહે કે આ વખતે, બસ એકવાર કેજરીવાલને તક આપીને જુઓ. 

તેમણે કહ્યું કે, એક નકલી કેજરીવાલ ફરી રહ્યા છે. હું જે પણ વચન આપુ છું બે દિવસ બાદ તે પણ બોલી દે છે કારણ કે નકલી છે. મેં કહ્યું કે, વીજળી ફ્રી કરીશું તો કહે છે કે વીજળી ફ્રી કરી દીધી. અત્યારે લુધિયાણામાં ભાષણ ચાલી રહ્યું હતું. તેણે કહ્યું કે, 400 યૂનિટ વીજળી ફ્રી કરી દીધી. જો કોઈપણ વ્યક્તિનું બિલ શૂન્ય આવ્યું હોય તો મને જણાવી દો. દેશમાં માત્ર કેજરીવાલ જ વીજળીનું બિલ શૂન્ય કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news