Goa Election: CM કેજરીવાલની મોટી જાહેરાત, નોકરી નહીં મળે તો 3 હજાર રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપશે
લ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સ્વતંત્ર ભારતની સૌથી ઈમાનદાર પાર્ટી છે. પીએમ મોદીએ ખુદ અમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યું છે. પીએમ મોદીએ મારા અને મનીષ સિસોદિયા પર દરોડા પાડ્યા.
Trending Photos
પણજીઃ ગોવા સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના પ્રચાર માટે આજે (રવિવારે) ગોવા પહોંચી ગયા છે. ગોવામાં CM કેજરીવાલે જાહેરાત કરી હતી કે જો AAPની સરકાર બનશે તો દરેકને રોજગાર આપશે અને જો તેઓ આપી શકશે નહીં તો દરેકને 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું (Unemployment Allowance Of 3000 Rupees) આપવામાં આવશે.
પીએમ મોદીએ અમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યુંઃ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સ્વતંત્ર ભારતની સૌથી ઈમાનદાર પાર્ટી છે. પીએમ મોદીએ ખુદ અમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યું છે. પીએમ મોદીએ મારા અને મનીષ સિસોદિયા પર દરોડા પાડ્યા. અમારા 21 ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી અને 400 ફાઈલો તપાસવામાં આવી પરંતુ અમારી વિરુદ્ધ કંઈ મળ્યું નહીં. અમે ભ્રષ્ટાચાર કરતા નથી. જો ગોવામાં સરકાર બનશે તો અમે ઘણી ઈમાનદારીથી સરકાર ચલાવીશું.
ભાજપ-કોંગ્રેસ કુળ એક છેઃ કેજરીવાલ
CM અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગોવામાં એકવાર બીજેપી અને એકવાર કોંગ્રેસની સરકાર બની ચૂકી છે. હવે બંને એક પાર્ટી બની ગયા છે. કોંગ્રેસના તમામ લોકો પાર્ટી છોડીને ભાજપમાં ગયા છે. તેમનું કુળ એક જ છે પરંતુ લોકો પરિવર્તન ઈચ્છે છે.
ગોવામાં 6 મહિનામાં ખાણકામ શરૂ થશેઃ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે માઈનિંગમાં ઘણા લોકોને અંગત રસ છે. એવું ન થઈ શકે કે આ લોકો માઈનિંગ શરૂ કરવા માંગતા હોય અને માઈનિંગ શરૂ ન થાય. અમારો ઈરાદો સ્પષ્ટ છે. ગોવામાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના 6 મહિનામાં અમે માઈનિંગ શરૂ કરીશું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગોવાની સ્થિતિ માટે તમામ પાર્ટીઓ જવાબદાર છે. એવામાં આમ આદમી પાર્ટી જનતામાં નવી આશા બનીને ઉભરી છે. દિલ્હીમાં અમારી સરકારે શિક્ષણના ક્ષેત્રમાં ઘણું સારું કામ કર્યું છે. જો ગોવામાં અમારી સરકાર બની તો સારી શિક્ષણ વ્યવસ્થા લોકોને ઉપલબ્ધ કરાવીશું..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે