Prime Minister ને મોકલવા માંગો છો તમારી ફરિયાદ? તો જાણી લો શું છે Online Complaint ની આખી પ્રક્રિયા

તમને લાગે કે, હવે કોઈ તમારી ફરિયાદ નથી સાંભળી રહ્યું, સ્થાનિક કક્ષાએ, જિલ્લા કક્ષાએ કે પછી રાજ્ય કક્ષાએ પણ તમારી ફરિયાદનું કોઈ નિવારણ નથી થઈ રહ્યું તો નાસીપાસ થવાની જરૂર નથી. તમે પ્રધાનમંત્રી સુધી તમારી વાત પહોંચાડવા માંગતા હોવ તો એના માટે એક ખાસ પ્રક્રિયા હોય છે. જો તમે પ્રધાનમંત્રી કાર્યાલયમાં કોઈ ફરિયાદ મોકલવા માંગો છો તો તમે પીએમ ઓફિસના ઓનલાઈન પોર્ટલ દ્વારા આવું કરી શકો છો.

Prime Minister ને મોકલવા માંગો છો તમારી ફરિયાદ? તો જાણી લો શું છે Online Complaint ની આખી પ્રક્રિયા

નવી દિલ્લી: તમને લાગે કે, હવે કોઈ તમારી ફરિયાદ નથી સાંભળી રહ્યું, સ્થાનિક કક્ષાએ, જિલ્લા કક્ષાએ કે પછી રાજ્ય કક્ષાએ પણ તમારી ફરિયાદનું કોઈ નિવારણ નથી થઈ રહ્યું તો નાસીપાસ થવાની જરૂર નથી. તમે પ્રધાનમંત્રી સુધી તમારી વાત પહોંચાડવા માંગતા હોવ તો એના માટે એક ખાસ પ્રક્રિયા હોય છે. જો તમે પ્રધાનમંત્રી કાર્યાલયમાં કોઈ ફરિયાદ મોકલવા માંગો છો તો તમે પીએમ ઓફિસના ઓનલાઈન પોર્ટલ દ્વારા આવું કરી શકો છો.

અનેક વખત લોકો કેટલાંક સરકારી વિભાગના કામના કારણે પરેશાન રહે છે. તેમની ફરિયાદ હોય છે કે સરકારી વિભાગમાં તેમની સુનાવણી થતી નથી. આવા લોકો અનેક ઉચ્ચ અધિકારીઓની ફરિયાદ પોર્ટલ પર ફરિયાદ કરી શકે છે. પરંતુ તે તેમની કાર્યવાહીથી સંતુષ્ટ થતા નથી. આ સ્થિતિમાં અનેક લોકોની ઈચ્છા હોય છે કે તે પોતાની ફરિયાદને પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચાડે. જેથી તેમની ફરિયાદ પર કાર્યવાહી થઈ શકે.

સોફામાં સુવાની આદત હોય તો સાવધાન! જાણો આ આદત તમારા માટે બની શકે છે મોટી મુસીબતનું કારણ

PM ઓફિસમાં કઈ રીતે કરી શકશો ફરિયાદ:
તમે પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઈટ https://www.pmindia.gov.in/hi પર જાઓ.
નીચે write to the Prime Minister પર ક્લિક કરો.
તમારો મોબાઈલ નંબર, ઈ-મેઈલ એડ્રેસ અને સિક્યોરિટી કોડ સબમિટ કરો.
ત્યારબાદ તમારા મોબાઈલમાં ઓટીપી આવશે
જેના પછી મોબાઈલ ઓટીપી અને ઈમેલ ઓટીપી સબમિટ કરો
સબમિટ પર ક્લિક કરતાં જ એક ફોર્મ ખૂલશે. જેમાં નામ, સરનામું સહિતની વિગત ભરવાની રહેશે.
તમારી શું ફરિયાદ છે તે 4000 શબ્દોમાં લખી શકો છો.
આ સિવાય કોઈ ફરિયાદની કોપી હોય તો તેને અટેચ પણ કરી શકો છો.
ત્યારબાદ સબમિટ પર ક્લિક કરતાં જ તમારી ફરિયાદ નોંધાઈ જશે.

નવાઈની વાત છે! એક એવો દેશ છે, જેની પાસે ન તો એરફોર્સ છે કે નથી નૌકાદળ, જાણો કઈ રીતે કરે છે સરહદની સુરક્ષા

લખીને પણ મોકલી શકો છો ફરિયાદ:
તમે તમારી ફરિયાદ માનનીય પ્રધાનમંત્રી/ પ્રધાનમંત્રી કાર્યાલયને પોસ્ટ દ્વારા પણ મોકલી શકો છો. તેના માટે સરનામું છે - પ્રધાનમંત્રી કાર્યાલય, સાઉથ બ્લોક, નવી દિલ્લી, પિન-110011. તે સિવાય ફેક્સ દ્વારા ફરિયાદ મોકલવા માટે Fax નંબર -011-23016857 પર મોકલી દો.

બિલાડીએ રસ્તો કાપવો, કૂતરાનું રડવું, સાંજે ઝાડું મારવું...કેમ આ બધું ગણાય છે અપશુકન? જાણો આ અશુભ ઘટનાઓનો પ્રભાવ

કેવી રીતે થાય છે કાર્યવાહી:
જોકે પ્રધાનમંત્રી કાર્યાલયમાં મોટા પ્રમાણમાં ફરિયાદ આવે છે. જે વિવિધ મંત્રાલયો, વિભાગ કે રાજ્ય, સંઘ શાસિત સરકારના વિષય ક્ષેત્ર સાથે સંબંધિત હોય છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જનતા વિભાગમાં પત્રો પર કાર્યવાહી કરવાના સંબંધમાં એક સમર્પિત ટીમ હોય છે. જેના દ્વારા ફરિયાદ પર કામ કરવામાં આવે છે. તેની સાથે જ લોક ફરિયાદ નિવારણ અને મોનિટરીંગ પ્રણાલીના માધ્યમથી ફરિયાદ કરનારને જવાબ આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news