Corona: દિલ્હી બાદ વધુ એક રાજ્યમાં એક સપ્તાહના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત

કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસને જોતા હરિયાણા સરકારે રાજ્યભરમાં એક સપ્તાહનું લૉકડાઉન લાગૂ કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન માત્ર ઇમરજન્સી સેવાઓને છૂટ મળશે. 

Corona: દિલ્હી બાદ વધુ એક રાજ્યમાં એક સપ્તાહના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત

ચંડીગઢઃ હરિયાણામાં કોરોના વાયરસ (Hariyana Corona News) નો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોનાની ચેન તોડવા માટે હરિયાણા સરકારે (Hariyana Government) રાજ્યભરમાં લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. સરાકેર કહ્યું કે, 3 મેથી રાજ્યમાં 7 દિવસનું લૉકડાઉન લાગૂ થશે. તો ઓડિશા સરકારે પણ રાજ્યમાં 14 દિવસનું લૉકડાઉન લાગૂ કર્યું છે. 

ગૃહમંત્રી અનિલ વિજે જણાવ્યુ કે, 3 મે સોમવારથી સાત દિવસ માટે હરિયાણામાં પૂર્વ લૉકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે. આ પહેલા સરકારે ગુરૂગ્રામ અને ફરીદાબાદ સહિત 9 જિલ્લામાં વીકેન્ડ લૉકડાઉનનો નિર્ણય કર્યો હતો. 

— ANI (@ANI) May 2, 2021

પહેલા 9 જિલ્લામાં લાગ્યું હતું લૉકડાઉન
હરિયાણામાં 30 એપ્રિલે રાત્રે 10 કલાકથી 3 મે સવારે પાંચ કલાક સુધી લૉકડાઉનની જાહેરાત થઈ હતી. આ લૉકડાઉન પંચકૂલા, સોનીપત, રોહતક, કરનાલ, હિસાર, સિરસા અને ફતેહાબાદમાં લાગૂ કરવામાં આવ્યું હતું પરંતુ હવે સરકારે રાજ્યભરમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. 

દેશમાં કોરોનાની સ્થિતિ પર PM મોદીની બેઠક, ઓક્સિજન-દવાઓ મુદ્દે કરી સમીક્ષા 

ઇમરજન્સી સેવાઓને છૂટ
આદેશમાં કહેવામાં આવ્યું છે કે લૉકડાઉન દરમિયાન લોકોએ ઘરમાં રહેવું પડશે. આ દરમિયાન કોઈ વ્યક્તિને અવરજવરની મંજૂરી મળશે નહીં. જાહેર સ્થળો પર ફરવાની મંજૂરી હશે નહીં. માત્ર જરૂરી સેવાઓને છૂટ આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news