Condition For Marriage: અભ્યાસ..પેકેજ...ઉંમર..જાતિ અને પરિવાર આવું જોઇએ, ત્યારે કરીશું લગ્ન! વાયરલ થઇ શરતો

Proposal Of Marriage: લગ્નની શરતોવાળું કાર્ડ વાયરલ થઇ રહ્યું છે. તેને જોતાં જ ટ્વિટર પર પ્રતિક્રિયાઓનો દૌર શરૂ થઇ ગયો છે. કોઇ તેને બનાવટી ગણાવી રહ્યું છે તો કોઇ કહી રહ્યું છે કે આવી શરતોવાળા પાર્ટનર ખૂબ ઓછા લોકોને મળશે.
 

Condition For Marriage: અભ્યાસ..પેકેજ...ઉંમર..જાતિ અને પરિવાર આવું જોઇએ, ત્યારે કરીશું લગ્ન! વાયરલ થઇ શરતો

Marriage Condition For Partner: ભારત સહિત દુનિયાભરમાંથી લગ્નના ઘણા વીડિયોઝ અને ફોટા વાયરલ થતા રહે છે. આ દરમિયાન એક એવો જ ફોટો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેટલીક શરતો રાખવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે ઉંમરથી માંડીને પાર્ટનર કઇ કોલેજમાંથી અભ્યાસ કરેલો હોવો જોઇએ અને ઘરમાં કોણ કોણ સભ્યો હોવા જોઇએ, આ બધાની ડિમાન્ડ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વિચિત્ર શરતો રાખવામાં આવી છે...
જોકે આ ફોટાને ઘણા યૂઝર્સે ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેમાં પાર્ટનર માટે વિચિત્ર શરતો રાખવામાં આવી છે. જોકે જાણી શકાયું નથી કે આ છોકરીવાળા તરફથી શેર કરવામાં આવ્યું છે કે છોકરાવાળા તરફથી. પરંતુ તેની ડિમાન્ડ કમાલની છે. કેટલાક લોકો આ શરતો પર ગુસ્સે થઇ રહ્યા છે તો કેટલાક લોકો મજા લઇ રહ્યા છે. 

કોલેજોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો
તેમાં સૌથી પહેલાં એ લખવામાં આવ્યું છે કે વર્ષ 1992 થી પહેલાં સંભવિત પાર્ટનરનો જન્મ ન થયેલો હોવો જોઇએ. પાર્ટનર પાસે MBA, MTech, MS અથવા PGDM ની ડિગ્રી જરૂર હોવી જોઇએ. અને આ ડિગ્રી ખાસ ઇંસ્ટીટ્યૂટમાંથી હોવી જોઇએ. તેમાં  NIT, ચાર IIIT, IISc બેંગ્લોર, BITS Pilani, DTU, NSIT, Jadavpur University ને જગ્યા મળે છે. એટલું જ નહી કોલેજોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમને કોલેજમાંથી અભ્યાસ કરેલો હોવો જોઇએ. 

લોકેશન, પરિવાર, સેલરી અને જાતિ
ત્યારબાદ લોકેશન, પરિવારના લોકો, સેલરી અને જાતિ વિશે લખવામાં આવ્યું છે. દિલ્હી એનસીઆરનો રહેવાસી હોવો જોઇએ. પાર્ટનરના બે વધુ ભાઇ-બહેનો ન હોય, વાર્ષિક પગાર 30 લાખથી ઓછો ન હોવો જોઇએ. 5.7 થી 6 ફૂટની વચ્ચે હોવી જોઇએ. કોર્પોરેટ જોબ કરતો હોવો જોઇએ અને તેની વાર્ષિક ઇનકમ 30 લાખથી ઓછી ન હોવી જોઇએ. સાથે જ તે નોન માંગલિક અગ્રવાલ કાસ્ટનો હોવો જોઇએ. 

— Dr.D G- KOHLI'S SLAVE (@RetardedHurt) October 17, 2022

હાલ આ શરતો સાથે જ આ લગ્નની શરતોવાળું કાર્ડ વાયરલ થઇ રહ્યું છે. તેને જોતા જ ટ્વિટર પર પ્રતિક્રિયાઓનો દૌર શરૂ થઇ ગયો. કોઇ તેને ડુપ્લીકેટ ગણાવે ચેહ તો કોઇ કહી રહ્યું છે કે આવી શરતોવાળા પાર્ટનર ખૂબ ઓછા લોકોને મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news