વાજપેયીના સ્વાસ્થ્યમાં સુધારો, ઈન્ફેક્શનમાં થયો ઘટાડોઃ AIIMS મેડિકલ બુલેટિન

વાજપેયીની સ્વાસ્થ્યમાં સુધારો, ઈન્ફેક્શનમાં થયો ઘટાડોઃ AIIMS મેડિકલ બુલેટિન

વાજપેયીના સ્વાસ્થ્યમાં સુધારો, ઈન્ફેક્શનમાં થયો ઘટાડોઃ AIIMS મેડિકલ બુલેટિન

નવી દિલ્હીઃ એમ્સમાં દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. એમ્સે બુધવારે જારી મેડિકલ બુલેટિનમાં કહ્યું કે, છેલ્લા 48 કલાકમાં તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. તેમનું બ્લડ પ્રેશર સામાન્ય છે અને કિડની પણ યોગ્ય રીતે કામ કરી રહી છે. આશા છે કે થોડા દિવસમાં તેઓ સ્વસ્થ થઈ જશે. યૂરિન ઈન્ફેક્શનને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઈન્ફેક્શન પર દવાઓથી નિયંત્રણ થયું છે. 

સ્વાસ્થ્ય જાણવા માટે પહોંચી રહ્યાં છે નેતાઓ
અટલજીના અસ્વસ્થ હોવાના સમાચાર બાદ તેમની તબિયત જાણવા માટે ભાજપના નેતાઓ એમ્સ પહોંચી રહ્યાં છે. સૌથી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એમ્સ પહોંચ્યા હતા તેમની સારવાર કરી રહેલા ડોક્ટરો પાસે તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. રાહુલ બાદ અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ જઈને તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. 

— ANI (@ANI) June 13, 2018

ત્યારબાદ વડાપ્રધાન મોદી એમ્સમાં જઈને તેમના પરિવારજનોને મળ્યા હતા. પીએમ મોદી આશરે 55 મિનિટ સુધી ત્યાં રહ્યાં હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા હોસ્પિટલમાં જ છે. પીએમ મોદી બાદ ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી અને મુરલી મનોહર જોશી પણ અટલજીના સ્વાસ્થ્યને જાણવા માટે એમ્સ ગયા હતા. 

વાજપેયીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા
એમ્સના સૂત્રોએ જણાવ્યું હતું કે, વાજપેયીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને શરૂઆતમાં તેમના અંગ યોગ્ય રીતે કામ કરી શકતા ન હતા. પરંતુ હવે સ્થિતિમાં સુધારો થયો છે. 18 ડોક્ટરોની ટીમ તેમની દેખરેખ કરી રહી છે. વાજપેયીને બીજા ફ્લોર સ્થિત ક્રિટિકલ કેયર યૂનિટમાં દાખલ કરવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news