ભારત બંધ દરમિયાન કોઇ હિંસા નહી, 21 પાર્ટીઓના સમર્થનનો કોંગ્રેસનો દાવો

કોંગ્રેસને તેલની વધતી કિંમતનાં બહાને કેન્દ્રની મોદી સરકાર પર હૂમલો કરવા માટેનું બહાનું મળી ચુક્યું છે

ભારત બંધ દરમિયાન કોઇ હિંસા નહી, 21 પાર્ટીઓના સમર્થનનો કોંગ્રેસનો દાવો

નવી દિલ્હી : સમગ્ર દેશમાં દરરોજ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. એક તરફ જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે. ત્યારે રૂપિયો પણ ડોલર પણ દરરોજ નવા દિવસની સાથે નિચલા સ્તર પર પછડાઇ રહ્યો છે. 2019માં યોજાનારા લોકસભા ચૂંટણી અને તેની પહેલા 4 રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ આ મુદ્દાને દરેક પરિસ્થિતીમાં કેશ કરવા માંગે છે. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને તેલની વધતી કિંમતો દ્વારા કેન્દ્ર મોદી સરકાર પર હૂમલો કરવા માટેનો મુદ્દો મળી ચુક્યો છે. 

પાર્ટીએ આ મુદ્દે સોમવારે ભારત બંધનું આહ્વાહન પણ કર્યું છે. કાલે યોજાનારા બંધ મુદ્દે કોંગ્રેસને અન્ય વિપક્ષી દળોનો પણ સાથ મળી રહ્યો છે. ભારત બંધ પહેલા દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય માકને કહ્યું કે, આ બંધમાં 21 પાર્ટીઓનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લેફ્ટ પાર્ટીઓ, ડીએમકે અને એમએનએસએ પહેલા જ ભારત બંધનું સમર્થન કર્યું છે. 

કોંગ્રેસના પુર્વ સાંસદ અજય માકને કહ્યું કે, કોંગ્રેસે સોમવારે ભારત બંધનું આહ્વાન કર્યું છે. પાર્ટીએ બંધ પેટ્રોલ - ડીઝલની વધતી કિંમતો અને રૂપિયામાં થઇ રહેલા ઘટાડાની વિરુદ્ધ  બોલાવ્યો છે. તેમણે કહ્યું કે, બંધમાં કોઇ પણ પ્રકારની હિંસા નહી થાય. માકને વેપારીઓને પણ બંધને સફળ બનાવવા માટેની અપીલ કરી છે. 

પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો
મોદી સરકાર પર હૂમલો કરતા માકને કહ્યું કે, ચાર વર્ષમાં પેટ્રોલ પર 211.7% અને ડીઝલ પર 443% એક્સાઇઝ ડ્યૂટી વધી છે. મે 2014માં પેટ્રોલ પર 9.2 રૂપિયા એક્સાઇઝ લાગતી હતી અને હવે19.48 રૂપિયા લાગે છે. બીજી તરફ મે 2014માં ડીઝલ પર 3.46 રૂપિયા એક્સાઇઝ હતી. જ્યારે હવે 15.33 રૂપિયા લાગે છે. સરકાર પાસે માંગ છે કે પેટ્રોલ- ડીઝલને જીએસટીમાં લાવવામાં આવે. એવું થયું તો કિંમતો 15-18 રૂપિયા સુધી ઘટી જશે. તેના કારણે બાકીની તમામ વસ્તુઓ પરની મોંઘવારી પણ કાબુમાં આવશે. સરકારે છેલ્લા ચાર વર્ષમાં એક્સાઇઝ ડ્યુટી થકી 11 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news