શું હવે આ મહત્વનું રાજ્ય પણ ભાજપ ગુમાવશે? કોંગ્રેસનો ચોંકાવનારો દાવો
કોંગ્રેસને તાજેતરમાં જ કર્ણાટકમાં થયેલી ચૂંટણીમાં જે શાનદાર જીત મળી તેના પરિણામે આત્મવિશ્વાસમાં ખુબ વધારો થયો છે. કોંગ્રેસના કાર્યકરો પણ ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસે એક મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે.
Trending Photos
કોંગ્રેસને તાજેતરમાં જ કર્ણાટકમાં થયેલી ચૂંટણીમાં જે શાનદાર જીત મળી તેના પરિણામે આત્મવિશ્વાસમાં ખુબ વધારો થયો છે. કોંગ્રેસના કાર્યકરો પણ ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસે મધ્ય પ્રદેશની આગામી ચૂંટણી વિશે એક મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. કોંગ્રેસના અધિકૃત ટ્વિટર હેન્ડલથી આ દાવો કરવામાં આવ્યો છે. જેમાં RSS ને ટાંકીને કહેવાયું છે કે RSS ના સર્વેથી ભાજપમાં હાહાકાર. મધ્ય પ્રદેશમાં આવી રહી છે કોંગ્રેસ સરકાર.
એક લેખમાં લખવામાં આવ્યું છે કે મધ્ય પ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા અનેક સર્વે સામે આવ્યા છે. જેમાં પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનતી જોવા મળી રહી છે. આ સાથે જ ભાજપ 55 સીટોથી પણ ઓછા પર સમેટાઈ રહ્યો છે. કોંગ્રેસ પાસે 2018ના પોતાના 15 મહિનાનો કાર્યકાળ અને કમલનાથજી જેવા નિર્વિવાદ તથા અનુભવી નેતાનો સાથ છે. જેને લઈને જનતા વચ્ચે તે પહોંચી રહી છે.
RSS के सर्वे से BJP में हाहाकार, मध्य प्रदेश में आ रही कांग्रेस सरकार
मध्य प्रदेश में इस साल के आखिर तक विधानसभा चुनाव होने हैं। चुनाव से पहले कई सर्वे सामने आए हैं जिनमें प्रदेश में कांग्रेस की सरकार बनती नजर आ रही है। साथ ही बीजेपी 55 सीटों से भी कम पर सिमट रही है। कांग्रेस के…
— Congress (@INCIndia) June 5, 2023
વધુમાં દાવો કરાયો છે કે ભાજપ પર 18 વર્ષોની દેવાદારીઓ અને અધૂરી જાહેરાતો છે જે ગંભીર સત્તા વિરોધી લહેરનું સ્વરૂપ લઈ ચૂકી છે. છેલ્લા 5 મહિનાઓમાં મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023ને લઈને અલગ અલગ 6 સર્વે સામે આવ્યા છે. તમામ સર્વેમાં ભાજપની સીટો સતત ઘટી રહી છે. એટલું જ નહીં ભાજપના સર્વેમાં પણ પાર્ટી ખરાબ રીતે હારી રહી છે. આ સર્વે આવ્યા બાદથી મધ્ય પ્રદેશ ભાજપમાં ખળભળાટ મચ્યો છે અને એ સૂચન પણ મળ્યું છે કે 60 ટકા ભાજપ વિધાયકોની ટિકિટ કાપવામાં આવે.
આ લેખમાં અલગ અલગ મીડિયા રિપોર્ટ્સને ટાંકીને સર્વેના પરિણામ દર્શાવવામાં આવ્યા છે જેમાં ભાજપને ઓછી સીટો મળતી દેખાડવામાં આવી છે. લખ્યું છે કે તમામ સર્વેના ટ્રેન્ડ દર્શાવે છે કે કોંગ્રેસ ઝડપથી આગળ વધીને જનતાનો અવાજ બની રહી છે. જ્યારે ભાજપની હાલત દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે. એટલે કે સ્પષ્ટ છે કે આ વખતે ભાજપ 50થી પણ ઓછી બેઠકો પર સમેટાઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે