કર્ણાટકઃ પરિણામ પહેલા કોંગ્રેસની તૈયારી, રાહુલે બે યોદ્ધાઓને મોકલ્યા બેંગલુરૂ

ગોવા અને મણિપુરમાં થયેલા ઘટના બાદ કોંગ્રેસે તેમાંથી બોધપાઠ લઈને કર્ણાટકની ચૂંટણી પરિણામો પહેલા અશોક ગેહલોત અને ગુલામ નબી આઝાદને બેંગલુરૂ મોકલી દીધા છે. 

 

કર્ણાટકઃ પરિણામ પહેલા કોંગ્રેસની તૈયારી, રાહુલે બે યોદ્ધાઓને મોકલ્યા બેંગલુરૂ

નવી દિલ્હીઃ કર્ણાટકનું પરિણામ આવ્યા પહેલા કોંગ્રેસની માર્ચાબંધી શરૂ થઈ ગઈ છે. ગોવા અને મણિપુરની ચૂંટણીમાંથી બોધપાઠલેતા આ વખતે કોંગ્રેસે પોતાના પ્લાન B પણ તૈયાર કરી લીધો છે. જાણકારી પ્રમાણે કોંગ્રેસના આંતરિક સર્વેમાં પાર્ટીને કર્ણાટકમાં 111 સીટો મળતી દેખાઈ રહી છે. 

આ સંકેત મળ્યા બાદ પાર્ટી હાઈકમાને બે સીનિયર નેતાઓ અશોક ગેહલોત અને ગુલામ નબી આઝાદને બેંગલુરૂ મોકલી દીધા છે. કર્ણાટક પ્રભારી કેસી વેણુગોપાલ સહિત પાંચ સચિવોને પણ કોંગ્રેસે રાજ્યમાં તૈનાત કરી દીધા છે. આ તમામ નેતાઓને કર્ણાટકમાં પળે-પળ બદલી રહેલા રાજકીય સમિકરણોને સમજવા માટે પહેલા જ રવાના કરી દીધા છે. માનવામાં આવી રહ્યું છે કે, બહુમચછી દૂર રહેવા પર કોંગ્રેસ જેડીએસને નજીક લાવવા માટે દલિત સીએમ કાર્ડ પણ રમી શકે છે. 

— ANI (@ANI) May 14, 2018

આ વખતે કર્ણાટકની લડાઈ થોડી હટકે છે. ગુજરાત જેવી કાંટાની ટક્કર અહીં પણ છે. એક્ઝિટ પોલથી પરિણામનો ખ્યાલ આવતો નથી. તેથી પરિણામ બાદ જોડ-તોડની રાજનીતિ શરૂ થઈ શકે છે. સિદ્ધારમૈયા જેવા પ્રખર રાજનેતા પરિણામ પહેલા દલિત સીએમના સમર્થનની વાત કરે તો સમજી જવું જોઈએ કે, મામલો પેચીદો છે.

— ANI (@ANI) May 14, 2018

કર્ણાટકનું પરિણામ ભલે ગમે તે આવે પરંતુ તેનો અવાજ દેશભરની રાજનીતિમાં આગામી વર્ષે લોકસભા ચૂંટણી સુધી સંભળાશે. જો કર્ણાટકમાં કોંગ્રેસને પૂર્ણ બહુમત મળે તો આ ગ્રૈંન્ડ ઓલ્ડ પાર્ટી માટે સંજીવની બૂટી હાથ લાગવાથી ઓછો નહીં હોય. કોંગ્રેસ કર્ણાટકના કિલાને પોતાની પાસે સતત બીજીવાર રાખે તો તેનાથી દેશભરમાં પાર્ટી કાર્યકર્તાઓના જુસ્સામાં વધારો થશે. આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલી વધશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news