Congress March: કોંગ્રેસના 'હલ્લા બોલ' પર પોલીસે લગાવી બ્રેક, પાર્ટીએ કરી હતી ઈડી ઓફિસ ઘેરવાની તૈયારી

Congress March: કોંગ્રેસે સોમવારે દિલ્હીમાં માર્ચ કાઢવા અને કેન્દ્ર સરકાર દ્વારા ઈડીના દુરૂપયોગ વિરુદ્ધ સત્યાગ્રહ કરવાની તૈયારી કરી હતી. પરંતુ પોલીસે તેને મંજૂરી આપવાની ના પાડી દીધી છે. 
 

Congress March: કોંગ્રેસના 'હલ્લા બોલ' પર પોલીસે લગાવી બ્રેક, પાર્ટીએ કરી હતી ઈડી ઓફિસ ઘેરવાની તૈયારી

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધી સોમવારે ઈડી સમક્ષ હાજર થવાના છે. ત્યારે રાહુલ ગાંધી સાથે ઈડી ઓફિસ સુધી કોંગ્રેસ નેતાઓ-કાર્યકર્તાઓની માર્ચને દિલ્હી પોલીસે મંજૂરી આપી નથી. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સીઓનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવતા નિર્ણય કર્યો હતો કે 13 જૂને ઈડી સમક્ષ રાહુલ ગાંધીની રજૂઆત દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ ઈડી કાર્યાલય બહાર સત્યાગ્રહ કરશે અને દિલ્હીમાં તપાસ એજન્સીના મુખ્યાલય સુધી માર્ચ કરશે. તો નેશનલ હેરાલ્ડ-એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઈડીએ સમન્સ પાઠવવાના મામલામાં કોંગ્રેસે દેશવ્યાપી સત્યાગ્રહની જાહેરાત કરી હતી. 

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આ મામલામાં 13 જૂને પૂછપરછની સંભાવના છે. રાહુલને બે જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે વિદેશ યાત્રાને કારણે નવી તારીખ માંગી હતી. ઈડીએ તેમને 13 જૂને બોલાવ્યા છે. આ મામલો પાર્ટી સમર્થિત યંગ ઈન્ડિયન પ્રાઇવેટ લિમિટેડમાં કથિત નાણાકીય અનિયમિતતાની તપાસ સાથે જોડાયેલો છે. નેશનલ હેરાલ્ડ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે અને તેની માલિકી યંગ ઈન્ડિયન પ્રાઇવેટ લિમિટેડની પાસે છે. ઈડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ એક્ટની આપરાધિક કલમો હેઠળ સોનિયા અને રાહુલ ગાંધીનું નિવેદન નોંધવા ઈચ્છે છે. 

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે કોંગ્રેસના ટોચના નેતાઓને ઈડીની નોટિસ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા તેને ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીનું ષડયંત્ર ગણાવ્યું છે. અધિકારીઓએ કહ્યું હતું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને ગાંધી પરિવારની પૂછપરછ ઈડીની તપાસનો ભાગ છે જેથી યંગ ઈન્ડિયન અને એજેએલની ભાગીદારી પેટર્ન, નાણાકીય લેતીદેતી અને પ્રમોટર્સની ભૂમિકાને સમજી શકાય. યંગ ઈન્ડિયનના પ્રમોટર્સ અને શેરધારકોમાં સોનિયા તથા રાહુલ સહિત કોંગ્રેસના કેટલાક અન્ય સભ્યો સામેલ છે. 

2013માં નોંધાઈ હતી ફરિયાદ
અહીંની એક નિચલી કોર્ટ દ્વારા યંગ ઈન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ આવકવેરા વિભાગની તપાસ ધ્યાને લીધા બાદ એજન્સીએ પીએમએલએની આપરાધિક જોગવાઈઓ હેઠળ એક નવો કેસ દાખલ કર્યો હતો. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ સંબંધમાં 2013માં એક ફરિયાદ નોંધાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news