કોંગ્રેસે દિલ્હીની 6 બેઠકો પર ઉતાર્યા ઉમેદવાર, શીલા દીક્ષિતને મળી ટિકિટ, આ છે લિસ્ટ

કોંગ્રેસે દિલ્હીની 7 માંથી 6 લોકસભા બેઠકો પર તેમના ઉમેદવારોની જાહેરાત સોમવારે કરી દીધી છે. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતને ઉત્તર-પૂર્વ દિલ્હીથી મેદાનમાં ઉતાર્યા છે.

કોંગ્રેસે દિલ્હીની 6 બેઠકો પર ઉતાર્યા ઉમેદવાર, શીલા દીક્ષિતને મળી ટિકિટ, આ છે લિસ્ટ

નવી દિલ્હી: કોંગ્રેસે દિલ્હીની 7 માંથી 6 લોકસભા બેઠકો પર તેમના ઉમેદવારોની જાહેરાત સોમવારે કરી દીધી છે. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતને ઉત્તર-પૂર્વ દિલ્હીથી મેદાનમાં ઉતાર્યા છે.

ત્યારે પાર્ટીએ ચાંદની ટોકથી જેપી અગ્રવાલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. સાથે પૂર્વ દિલ્હીથી અરવિંદર સિંહ લવલીને ટિકિટ આપી છે.

(કોંગ્રેસના ઉમેદવારોની યાદી)

નવી દિલ્હીથી અજય માકનને કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ઉત્તર-પશ્ચિમ દિલ્હી બેઠકથી પાર્ટીએ રાજેશ લિલોથિયાને ટિકિટ આપી છે. પશ્ચિમ દિલ્હીથી પાર્ટીએ મહાબલ મિશ્રાને મદાનમાં ઉતાર્યા છે.

જણાવી દઇએ કે, ભાજપે રવિવારે દિલ્હીની સાતમાંથી 4 બેઠકો પર તેમના ઉમેદવારોની જાહેરાત કરી હતી. તેમાંથી હર્ષવર્ધનને ચાંદની ચોકથી ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે ઉત્તર-પૂર્વ દિલ્હી બેઠકથી ફરી એક વખત મોનજ તિવારીને ટિકિટ આપવામાં આવી છે.

પશ્ચિમ દિલ્હીથી સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્મા પર પાર્ટીએ ફરી એક વાર વિશ્વાસ દાખવ્યો છે. ત્યારે દક્ષિણ દિલ્હી બેઠકથી ભાજપે રમેશ બિધૂડીને મેદાનમાં ઉતાર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news