બેલેટ પેપરથી ચૂંટણીનું 70% પાર્ટીઓએ કર્યું સમર્થનઃ ભાજપ પડ્યું અલગઃ કોંગ્રેસ

કોંગ્રેસે દાવો કર્યો કે ઈવીએમથી ચૂંટણી જારી રાખવાનું સમર્થન કરી રહેલી ભાજપ અને તેના કેટલાક સહયોગી દળો આજે ચૂંટણી પંચ દ્વારા બોલાવેલી બેઠકમાં આ બંન્ને મુદ્દા પર અલગ પડી ગયા હતા. 
 

 બેલેટ પેપરથી ચૂંટણીનું 70% પાર્ટીઓએ કર્યું સમર્થનઃ ભાજપ પડ્યું અલગઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોંગ્રેસે સોમવારે કહ્યું કે, દેશમાં મતપત્રથી ચૂંટણીની વ્યવસ્થા કરી અને ફરી પરત ફરવા અને ચૂંટણી ખર્ચને સીમિત કરવાની તેની માંગને 70 ટકા રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. કોંગ્રેસે તે પણ દાવો કર્યો કે, ઈવીએમથી ચૂંટણી ચાલુ રાખવાનું સમર્થન કરી રહેલી ભાજપ અને તેના કેટલાક સહયોગી દળ સોમવારે ચૂંટણી પંચે બોલાવેલી બેઠકમાં આ મુદ્દા પર અલગ પડી ગયા હતા. 

ચૂંટણી પંચ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક બાદ કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, પાર્ટીએ આયોગને પણ કહ્યું કે, જો મતપત્રથી ચૂંટણી યોજવી સંભવ ન હોય તો વિકલ્પના રૂપે ઈવીએમની સાથે લાગેલા વીવીપેટના ઓછામાં ઓછા 30 ટકાની તપાસ કરાવવામાં આવે જેથી દેશમાં સ્વતંત્ર તથા નિષ્યક્ષ ચૂંટણી નક્કી થઈ શકે. 

અમે મતપત્રથી ચૂંટણી કરાવવાની માંગ કરી
સિંઘવીએ કહ્યું, આજની બેઠકમાં અમે ચૂંટણી ફરીથી બેલેટ પેપર દ્વારા કરાવવાની માંગ કરી. અમે તે પણ કહ્યું કે, જો આ સંભવ ન થાય તો વિકલ્પ તરીકે ઓછામાં ઓછા 30 ટકા વીવીપેટની કાપલીઓની તપાસ કરાવવામાં આવે જેથી સ્વતંત્ર તથા નિષ્પક્ષ ચૂંટણી થઈ શકે. 

તેમણે કહ્યું, બીજો મુદ્દો ચૂંટણી ખર્ચને સીમિત કરવાનો હતો. તમે જાણો છે કે એક પાર્ટીએ હાલની ચૂંટણીઓમાં કઈ રીતે પૈસા વાપર્યા છે. તેથી અમે માંગ કરી કે ખર્ચને સીમિત કરવો જોઈએ. 

કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું, અમારી આ બંન્ને માંગોનું 70 ટકા રાજકીય પાર્ટીઓએ સમર્થન કર્યું છે. તેમાં ભાજપ અને તેના કેટલાક સહયોગી પક્ષો અલગ પડી ગયા છે. સિંઘવીએ કહ્યું કે, મતદાતા યાદીમાં ભૂલ નાબુદ કરવા, મહિલા અનામત, દિવ્યાંગોને સુવિધાઓ તથા ચૂંટણી બ્રાન્ડના મામલા પર કોંગ્રેસે પોતાનો પક્ષ રાખ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news