આતંકી હુમલા પર ચુપ રહેતી હતી કોંગ્રેસ, મોદી સરકારે 10 દિવસમાં પાક સામે લીધો બદલોઃ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજસ્થાનમાં 2023માં યોજાનાર વિધાનસભામાં ભાજપ મોટી બહુમતીથી જીત મેળવશે અને સત્તામાં વાપસી કરશે.   

Updated By: Dec 5, 2021, 06:25 PM IST
આતંકી હુમલા પર ચુપ રહેતી હતી કોંગ્રેસ, મોદી સરકારે 10 દિવસમાં પાક સામે લીધો બદલોઃ શાહ

જયપુરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ રવિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, રાજસ્થાનમાં 2023માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં બે તૃતિયાંશથી જીત હાસિલ કરી ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરશે. 

સત્તામાં વાપસી કરવાનો ઠોક્યો દાવો
શાહ ભાજપના જન પ્રતિનિધિના સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યુ- હું તમને આહ્વાન કરુ છું કે રાજસ્થાનની આ ભ્રષ્ટાચારી અશોક ગેહલોત (Ashok Gehlot) સરકારને ઉખાડી ફેંકો અને અહીં ભાજપની સરકાર બનાવો. શાહે કહ્યુ- 2023માં પ્રચંડ બહુમત સાથે કમળ ખિલાવાનું છે. અહીં બહુમતી સાથે ભાજપની સરકાર બનશે. 

આ પણ વાંચોઃ ઓમિક્રોનના વધતા ખતરા વચ્ચે એક્સપર્ટનો દાવો, આ મહિનામાં ભારતમાં આવશે ત્રીજી લહેર

રાજસ્થાનની ધરતી પરથી પૂર્વજોને કર્યા યાદ
શાહે પોતાના સંબોધન દરમિયાન રાજસ્થાનના વીર સપૂતોને યાદ કરતા કહ્યુ કે, દેશમાં જ્યારે મુગલ શાસન આગની જેમ ફેલાઈ રહ્યું હતું ત્યારે તેને પડકાર આપવાનું કામ વીર મહારાણા પ્રતાપે કર્યુ હતું. આ ધરતીના સપૂત રાઠોરે વર્ષો સુધી એક ઘોડા પર બેસી મેવાડને બચાવ્યુ હતું. 

શાહે કહ્યુ કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા 7 વર્ષમાં પોતાના કાર્યકાળમાં જનતાની ભલાય માટે ઘણું કર્યુ છે. પરંતુ 10 વર્ષ સુધી મનમોહન અને સોનિયાની સરકાર ચાલતી હતી તો હુમલા થયા પણ મૌની બાબા શાંત રહેતા હતા. પરંતુ જ્યારે મોદી સરકાર દરમિયાન હુમલો થયો તો 10 દિવસમાં બદલો લેવાનું કામ પાકિસ્તાનની અંદર જઈને કર્યુ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube