અઢી મહિનાના નાટક બાદ ઘીના ઠામમાં ઘી: સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ
રાહુલ ગાંધીના રાજીનામા બાદથી કોંગ્રેસનાં અધ્યક્ષનું પદ ખાલી છે. હવે કોંગ્રેસનાં નવા અધ્યક્ષની પસંદગી માટે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠક માટે કોંગ્રેસ હેડક્વાટરમાં નેતાઓને પહોંચવાનું ચાલુ થઇ ચુક્યું છે
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં શનિવારે મોટો નિર્ણય લેવાયો છે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સુત્રો અનુસાર 5 ઝોનના આધાર પર લેવાયેલા મંતવ્યમાં સોનિયા ગાંધીનું નામ વચગાળાના અધ્યક્ષ તરીકે સામે આવ્યું હતું. પહેલા તો તેમણે સ્વિકારી લીધું. જો કે નેતાઓનાં કહ્યા બાદ તેમણે વચગાળાનાં કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે હા પાડી દીધી હતી. જો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, સોનિયા ગાંધી કોંગ્રેસનાં નવા અધ્યક્ષ છે.
લોકસભા ચૂંટણી બાદથી જ આશરે અઢી મહિના સુધી અધ્યક્ષ રહ્યા વગર કોંગ્રેસને આખરે ગાંધી પરિવારમાંથી જ નવા અધ્યક્ષ મળી ચુક્યા છે. કોંગ્રેસ કાર્યસમિતીએ સોનિયા ગાંધીને નવા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે. નિયમિત અધ્યક્ષની ચૂંટણી સુધીમાં તેઓ પાર્ટીની કમાન સંભાળશે. બેઠક બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું કે, સોનિયા ગાંધીની પાર્ટીના નવા વચગાળના અધ્યક્ષ બન્યા હતા.
શનિવારે બીજી વખત 8 વાગ્યે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને એકે એન્ટેની સહિત અનેક મોટા નેતાઓ હાજર રહ્યા. જો કે આ બેઠકમાં રાહુલ ગાંધીની રાહ જોતા રહ્યા. ઘણુ કહ્યા બાદ રાહુલ ગાંધી બેઠકમાં પહોંચ્યા હતા.
કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પાર્ટી મુખ્યમથક ખાતે પુર્ણ થઇ ચુકી છે. આ બેઠકમાં નવા પાર્ટી ચીફ પર કોઇ નિર્ણય લેવાયો નથી. આ બેઠકમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને એકે એન્ટની સહિત અનેક મોટા નેતાઓ હાજર રહ્યા. જો કે તમામ બેઠકમાં રાહુલ ગાંધીની રાહ જોઇ રહ્યા છે. ઘણુ કહ્યા બાદ રાહુલ ગાંધી બેઠકમાં પહોંચ્યા.
આ અગાઉ સવારે થયેલી CWC ની બેઠકમાં નેતાઓનાં પાંચ સમુહ બનાવાયા હતા. જેમણે સમગ્ર દેશનાં નેતાઓના મંતવ્ય જાણ્યા હતા. આ પાંચેય સમુહોએ પોતાનાં મંતવ્યો આપી દીધા હતા. જો કે હજી સુધી આ અંગે કોઇ જ નિર્ણય લઇ શકાયો નથી. કેટલાક નેતાઓ રાહુલ ગાંધી અધ્યક્ષ રહે તેવું ઇચ્છે છે જ્યારે કેટલાક નેતાઓ પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનાવવા ઇચ્છે છે.
રાહુલ ગાંધીના રાજીનામા બાદથી કોંગ્રેસનાં અધ્યક્ષનું પદ ખાલી છે. હવે કોંગ્રેસનાં નવા અધ્યક્ષની પસંદગી માટે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠક માટે કોંગ્રેસ હેડક્વાટરમાં નેતાઓને પહોંચવાનું ચાલુ થઇ ચુક્યું છે. બીજી તરફ સવારે યોજાયેલી સીડબલ્યુસીની બેઠકમાં નેતાઓનાં પાંચ જુથ બનાવવામાં આવ્યા હતા, જેમણે સમગ્ર દેશનાં નેતાઓના મંતવ્યો જાણ્યા હતા. હવે આ પાંચેય સમુહોના રિપોર્ટ CWC માં રજુ કરવામાં આવશે. ત્યાર બાદ નવા અધ્યક્ષની નિમણુંક થશે.
રાહુલ ગાંધીના રાજીનામા બાદથી કોંગ્રેસ અધ્યક્ષનું પદ ખાલી છે. હવે કોંગ્રેસના નવા અધ્યક્ષની પસંદગી માટે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠક માટે પાર્ટી મુખ્યમથક ખાતે નેતાઓ પહોંચવાના ચાલુ થઇ ચુક્યા છે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને એકે એન્ટનીનો સમાવેશ થાય છે. સવારે યોજાયેલી CWC ની બેઠકમાં નેતાઓનાં પાચ સમુહ બનાવાયા હતા, જેણે સમગ્ર દેશનાં મંતવ્યો માનીને જાણ્યું છે. હવે આ પાંચ ગ્રુપના રિપોર્ટના આધેર સમગ્ર પ્રક્રિયા હાથ ધરાશે.
#Delhi: UPA Chairperson Sonia Gandhi and Priyanka Gandhi Vadra arrive at All India Congress Committee (AICC) office for Congress Working Committee (CWC) meeting. pic.twitter.com/iTKsqHtTaP
— ANI (@ANI) August 10, 2019
#Delhi: Former Prime Minister Manmohan Singh & Congress leaders AK Antony, Mallikarjun Kharge and Jyotiraditya Scindia arrive at All India Congress Committee (AICC) office for Congress Working Committee (CWC) meeting. pic.twitter.com/0SZn3QlXi1
— ANI (@ANI) August 10, 2019
સુત્રો અનુસાર લગભગ તમામ નેતાઓએ રાહુલ ગાંધીથી અધ્યક્ષ તરીકે જળવાઇ રહેવાની માંગ કરી છે. સ્પષ્ટ છે કે સીડબલ્યુસીમાં નેતાઓ રાહુલને પોતાનું રાજીનામું પરત લેવા માટે એકવાર ફરીથી મનાવવાનો પ્રયાસ કરશે. રાહુલના વિકલ્પ અંગે નેતાઓએ તેમ પણ કહ્યું કે, નવા અધ્યક્ષ રાહુલ ગાંધી અથવા સીડબલ્યુસી નિશ્ચિત કરશે.
ઝાડ કપાયું તો આ બાળકી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી, CM બિરેને બનાવી ગ્રીન એમ્બેસેડર
રાહુલ તૈયાર નથી તો પછી કેટલાક નેતાઓએ પ્રિયંકા ગાંધીનુ નામ સુચવ્યું હતું. કેટલાક નેતાઓએ મુકુલ વાસનિક અને અન્ય ઇક્કા-દુક્કા નેતાઓએ જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પણ લીધું હતું. સિંધિયાનું નામ ત્રિપુરા યૂનીટ તરફથી આવ્યું છે. કુલ મળીને 75 દિવસ પછી પણ સ્થિતી 25 મે જેવી જ રસાકસીવાળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે