'દેશને વિભાજિત કરવાની રાજનીતિ થઈ રહી છે, બંધારણ ખતરામાં છે': સોનિયા ગાંધીના કેન્દ્ર પર આકરા પ્રહારો

કોંગ્રેસના ચિંતન શિબિરમાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, દેશમાં હાલ એવો માહોલ પૈદા કરવામાં આવી રહ્યો છે કે લોકો સતત ડર અને અસુરક્ષા મહેસૂસ કરે. લઘુમતીઓ પર ચતુરાઈપૂર્વક ક્રૂરતાની સાથે નિશાન બનાવવામાંઆવી રહ્યા છે. લધુમતીઓ આપણા સમાજનું અભિન્ન અંગ છે અને આપણા દેશના સમાન નાગરિક છે.

'દેશને વિભાજિત કરવાની રાજનીતિ થઈ રહી છે, બંધારણ ખતરામાં છે': સોનિયા ગાંધીના કેન્દ્ર પર આકરા પ્રહારો

Sonia Gandhi in Chintan Shivir: ઉદયપુરમાં શુક્રવારે આયોજિત ત્રણ દિવસીય ચિંતન શિબિરને સોનિયા ગાંધીએ સંબોધિત કરતા સત્તાપાર્ટી ભાજપા પર લઘુમતીઓ પર અત્યાચાર કરવાનો અને મહાત્મા ગાંધીના હત્યારાઓને મહિમા આપવાનો આરોપ લગાવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં જણાવ્યું છે કે, ભાજપ લધુમતીઓ પર અત્યાચાર કરી રહી છે અને ગાંધીજીના હત્યારાનું મહિમામંડન કરી રહી છે. સોનિયા ગાંધીએ ઉમેર્યું કે તાજેતરમાં દેશની વહેંચણી કરવાની રાજનીતિ થઈ રહી છે. દેશનું સંવિધાન ખતરામાં છે.

કોંગ્રેસના ચિંતન શિબિરમાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, દેશમાં હાલ એવો માહોલ પૈદા કરવામાં આવી રહ્યો છે કે લોકો સતત ડર અને અસુરક્ષા મહેસૂસ કરે. લઘુમતીઓ પર ચતુરાઈપૂર્વક ક્રૂરતાની સાથે નિશાન બનાવવામાંઆવી રહ્યા છે. લધુમતીઓ આપણા સમાજનું અભિન્ન અંગ છે અને આપણા દેશના સમાન નાગરિક છે.

સોનિયા ગાંધીએ ઉમેર્યું હતું કે, દેશમાં ખેડૂતો વિરુદ્ધ જે કાળો કાયદો લાવવામાં આવ્યો, ત્યારે કોંગ્રેસે સંસદ અને સંસદ બહાર ખેડૂતોના હિતમાં જોરદાર લડાઈ લડી. સોનિયા ગાંધીએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ દેશમાં જે સાર્વજનિક ઉપક્રમ ઉભા કર્યા છે, તેણે વહેંચવામાં આવી રહ્યા છે.

સોનિયા ગાંધીએ ઉમેર્યું હતું કે, દેશમાં મોટી સંખ્યામાં બેરોજગારી વધી છે. UPA સરકારની મનરેગા અને ફૂડ સિક્યોરિટી એક્ટને નબળો પાડવામાં આવી રહ્યો છે. લોકોને અમારી પસે ખૂબ જ આશા છે, તેનાથી અમે અજાણ નથી. અમે જ્યારે ચિંતન શિબિરમાંથી નીકળીશું ત્યારે એક નવા આત્મવિશ્વાસની સાથે નવા સંકલ્પની સાથે જનતાની વચ્ચે જઈશું અને તેમની વાતો સાંભળીશું. વર્તમાનમાં કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ સારી નથી. અસાધારણ પરિસ્થિતિઓનો સામનો ફક્ત અસાધારણ રીતે કરી શકાય છે. પાર્ટીએ નેતાઓને ઘણું આપ્યું છે. હવે પાર્ટીનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે.

નોંધનીય છે કે, ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, બીજેપી અને RSSની નીતિઓના કારણે દેશ જે પડકારોનો સામનો કરી રહ્યું છે, તેના પર વિચાર કરવા માટે આ શિબિર એક સારો અવસર છે. હાલ દેશના મુદ્દાઓ પર ચિંતન અને પાર્ટીની સામે સમસ્યાઓ પર આત્મચિંતન કરવાનો અવસર મળ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news