Uttarakhand: સત્તા સંભાળતા પહેલા વિવાદોમાં આવ્યા પુષ્કર ધામી, 6 વર્ષ જૂનુ ટ્વીટ થયું વાયરલ
ઉત્તરાખંડના સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા પુષ્કર સિંહ ધામીએ અખંડ ભારતનો નક્શો ટ્વીટ કર્યો હતો. હવે તેમનું 2015નું આ ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે.
Trending Photos
દેહરાદૂનઃ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી આજે મુખ્યમંત્રી પદે શપથ લેવાના છે. શપથ ગ્રહણ સમારોહ પહેલા ધામી વિવાદોમાં આવી ગયા છે. છ વર્ષ પહેલા તેમણે ટ્વિટર એકાઉન્ટ પર અખંડ ભારતનો નક્શો શેર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નક્શામાં લદ્દાખનો કેટલોક ભાગ અને પાકિસ્તાનના કબજાવાળા વિસ્તાર નથી. સોશિયલ મીડિયા પર ધામીના આ ટ્વીટને શેર કરી લોકો તેમના પર સવાલ ઉઠાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ટ્વિટરે પોતાની વેબસાઇટ પર ભારતનો એક નક્શો અપલોડ કર્યો હતો, જેમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ-અલગ દેખાડવામાં આવ્યા હતા. તેના પર વિવાદ વધી ગયો તો ટ્વિટરે નક્શો હટાવી દીધો હતો. આવું પ્રથમવાર થયું નથી. આ પહેલા પણ ટ્વિટરે લેહને ચીનનો ભાગ દર્શાવ્યો હતો.
— Pushkar Singh Dhami (@pushkardhami) August 14, 2015
ધામીના જે ટ્વીટ પર સોશિયલ મીડિયા પર હંગામો શરૂ થયો છે, તેમાં કેસરી રંગથી બનેલા નક્શામાં સિંહ પર સવાર ભારત માતા હાથમાં લાલ ઝંડો લઈને ઉભેલા છે. તસવીરમાં સૌથી ઉપરના ભાગમાં લખ્યુ છે, અખંડ ભારત, દરેક રાષ્ટ્રભક્તનું સ્વપ્ન. ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે કહ્યુ કે, આ નક્શો ભારતને યોગ્ય રૂપે દેખાડતો નથી. કારણ કે તેમાં ભારતના સરહદના ઘણા ભાગ ગાયબ ઝછે. સાથે લદ્દાખ અને પાક અધિકૃત કાશ્મીર પણ નક્શા પર જોવા મળી રહ્યાં નથી. તો કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ ધામીનો બચાવ કરી રહ્યા છે. તેમનો તર્ક છે કે અખંડ ભારત ટેરિટોરિયલથી વધુ એક કલ્ચરલ કોન્સેપ્ટ છે.
આ પણ વાંચોઃ જમ્મુના એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદ શ્રીનગરમાં ડ્રોન પર પ્રતિબંધ, પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો હુકમ
બનશે સૌથી યુવા મુખ્યમંત્રી
પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના સૌથી યુવા ઉંમરના મુખ્યમંત્રી હશે. તેઓ 45 વર્ષની ઉંમરે સીએમ બનવા જઈ રહ્યા છે. હાલમાં ઉત્તરાખંડમાં સૌથી નાની ઉંમરે મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે રહેશે. 70 વિધાનસભા સીટવાળા ઉત્તરાખંડમાં ભાજપની પાસે 57 ધારાસભ્યો છે. સાડા ચાર વર્ષના શાસનમાં ભાજપે ત્રીજા મુખ્યમંત્રી આપ્યા છે. આ પહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવત અને તીરથ સિંહ રાવત મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તીરથ રાવતે બંધારણીય કારણોથી ચાર મહિનાની અંદર પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે