અમદાવાદ: લોકડાઉનમાં પોલીસકર્મી બન્યો 'બુટલેગર', દારૂની હેરાફેરી કરતા ઝડપાયો

રાજ્યભરમાં કોરોના વાયરસની દહેશતને પગલે  લોકડાઉન આપવામાં આવ્યું છે. અને પરિવારની ચિંતા કર્યા વગર ફ્રન્ટલાઈન વોરિયર્સ  એવા પોલીસ કર્મી માનવતા મહેકાવે તેવા ઉદાહરણ પણ આપી રહ્યા છે.

અમદાવાદ: લોકડાઉનમાં પોલીસકર્મી બન્યો 'બુટલેગર', દારૂની હેરાફેરી કરતા ઝડપાયો

મૌલિક ધામેચા, અમદાવાદ: રાજ્યભરમાં કોરોના વાયરસની દહેશતને પગલે  લોકડાઉન આપવામાં આવ્યું છે. અને પરિવારની ચિંતા કર્યા વગર ફ્રન્ટલાઈન વોરિયર્સ  એવા પોલીસ કર્મી માનવતા મહેકાવે તેવા ઉદાહરણ પણ આપી રહ્યા છે. ત્યારે કેટલાક પોલીસની છબી ખરડતા અમુક પોલીસ કર્મીઓ આ લોકડાઉનનો ફાયદો ઉઠાવી રહ્યા છે. પોલીસ પોતે જ બુટલેગર બની અને દારૂની હેરાફેરી કરતા થયા છે.

અમદાવાદમાં ઓઢવ પોલીસે આવા જ એક પોલીસક્રમીને દારૂની હેરાફેરી કરતા કોન્સ્ટેબલને ઝડપી લીધો છે. અને હેરાફેરી કરવામાં સંડોવાયેલા 3 પોલીસ કર્મી સહીત 4 વિરુદ્ધ નોંધી ફરિયાદ નોંધી છે. આરોપી પોલીસકર્મી હિતેશ પટેલ આ દારૂ દહેગામ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરતા અન્ય બે પોલીસકર્મી રણજીતસિંહ પાવરા, અને યુવરાજ સિંહ રાઠોડની પણ સંડોવણી બહાર આવી છે. જ્યારે હિતેશ પટેલના સંપર્કમાં આવેલો રાજુ નામનો શખ્સ કઠવાડા ગામનો માણસ હોવાનું ખુલતા ઓઢવ પોલીસે ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઓઢવ પોલીસ એ બાબતની તપાસ કરી રહી છે કે હિતેશ પટેલ દહેગામમાંથી દારૂ કોના ત્યાંથી લાવ્યો હતો. મળતી માહિતી મુજબ પોલીસથી બચવા આરોપી હિતેશ પટેલે કારને ફૂલ સ્પીડે હંકારી મુકતા ઓઢવ પોલીસે પીછો કરી પકડી પાડ્યો હતો. હાલમાં પોલીસે દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લેવાયેલી કાર અને દારૂનો જથ્થો કબ્જે કરી અન્ય સંડોવાયેલાપોલીસકર્મીઓની શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news