Coronavirus ના વધતા પ્રકોપને પગલે હવે આ રાજ્યમાં પણ 15મી મે સુધી લોકડાઉન જાહેર

દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ છે. કોરોનાના કુલ કેસ બે કરોડને પાર થઈ ગયા છે. દેશમાં હાલ 30 લાખથી વધુ એક્ટિવ કેસ છે. મહામારીના વધતા જોખમ વચ્ચે હવે બિહાર સરકારે 15મી મે સુધી લોકડાઉન જાહેર કર્યું છે. 
Coronavirus ના વધતા પ્રકોપને પગલે હવે આ રાજ્યમાં પણ 15મી મે સુધી લોકડાઉન જાહેર

નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ છે. કોરોનાના કુલ કેસ બે કરોડને પાર થઈ ગયા છે. દેશમાં હાલ 30 લાખથી વધુ એક્ટિવ કેસ છે. મહામારીના વધતા જોખમ વચ્ચે હવે બિહાર સરકારે 15મી મે સુધી લોકડાઉન જાહેર કર્યું છે. 

સીએમ નીતિશકુમારે કરી જાહેરાત
મુખ્યમંત્રી નીતિશકુમારે લોકડાઉનની જાહેરાત કરતા કહ્યું કે કેબિનેટ પ્રસ્તાવ પર અમે આજે લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે અને લોકડાઉનની વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરવાનો આદેશ આપ્યો છે. 

બિહારના હાલ બેહાલ
કોરોના વાયરસના પ્રકોપથી બિહાર પણ ખરાબ રીતે પ્રભાવિત છે. આ મહામારીમાં તથા તેનાથી સંક્રમિત વ્યક્તિઓની તપાસ અને ઉપચાર હેતુ સામગ્રી સેવા તથા અન્ય આધારભૂત સંરચનાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારે અનેક નિર્ણય લીધા છે. મુખ્યમંત્રી નીતિશકુમારે ગઈ કાલે સોમવારે એક હાઈલેવલ મીટિંગ બાદ કોરોના માટેના ફંડની રચનાને મંજૂરી આપી હતી. 

સીએમ નીતિશકુમારે ટ્વીટ કરીને કહ્યું કે ગઈ કાલે સહયોગી મંત્રીગણ અને પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં હાલ 15 મે 2021 સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેની વિસ્તૃત માર્ગદર્શિકા અને બાકી ગતિવિધિઓ અંગે આજે જ ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. 

હાઈકોર્ટે લગાવી હતી ફટકાર
આ અગાઉ હાઈકોર્ટે રાજ્ય સરકારને પ્રદેશની વિકરાળ પરિસ્થિતિ જોતા ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે તેઓ જલદી જણાવે કે લોકડાઉન અંગે શું વિચારી રહ્યા છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે સરકાર પાસે કોઈ નક્કર એક્શન પ્લાન નથી. અત્યાર સુધી અપાયેલા એક્શન પ્લાન પણ અડધા પડધા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news