દિલ્હીઃ કોરોના દર્દીઓની સંખ્યા 20 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 50 મૃત્યુ

દિલ્હીમાં કોરોનાનો કેર જારી છે. રાજધાનીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 20834 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 990 નવા  કેસ સામે આવ્યા છે, જ્યારે 50 લોકોના મૃત્યુ થયા છે. 

દિલ્હીઃ કોરોના દર્દીઓની સંખ્યા 20 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 50 મૃત્યુ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાએ કેર વરસાવ્યો છે. રાજધાનીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 20834 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 990 કેસ સામે આવ્યા છે, જ્યારે 50 લોકોના મૃત્યુ થયા છે. હવે અહીં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 523 થઈ ગઈ છે. 

દિલ્હી સરકાર તરફથી જારી આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 268 દર્દી સાજા થયા છે, આ રીતે ડિસ્ચાર્જ કે માઇગ્રેટ કરનાર દર્દીઓની સંખ્યા 8746 પહોંચી ગઈ છે. હાલ દિલ્હીમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 11565 છે. 

કોરોના વાયરસ મહામારીના સંકટને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાનીની બોર્ડર સીલ કરવાનો નિર્ણય લીધો છે. આવ નિર્ણય હેઠળ દિલ્હી સાથે જોડાયેલ સરહદ એક સપ્તાહ સુધી સીલ રાખવામાં આવશે. પરંતુ આ દરમિયાન જેની પાસે પાસ હશે તેને અને જરૂરી ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને એન્ટ્રી મળી શકશે.

ઘુષણખોરી પર સેનાનો વળતો પ્રહાર, 4 દિવસમાં ઠાર કર્યા 13 આતંકવાદી

કેજરીવાલે દિલ્હીવાસિઓ પાસે સરહદ ખોલવાને લઈને સૂચન માગ્યા છે. તેમણે કહ્યુ કે, દિલ્હીના હિસાબે હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડની યોગ્ય વ્યવસ્થા છે, પરંતુ જો બીજા રાજ્યોમાંથી દર્દી આવ્યા તો સમસ્યા થઈ શકે છે. તેવામાં તેમણે શું કરવું જોઈએ? તેમણે પોતાની સરહદ સીલ કરી દેવી જોઈએ અથવા બધા રાજ્યો માટે ખોલી દેવી જોઈએ?

દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન
એઇમ્સના ડોક્ટરો અને આઈસીએમઆર શોધ સમૂહના બે સભ્યો સહિત સ્વાસ્થ્ય નિષ્ણાંતોના એક સમૂહનું કહેવું છે કે, દેશની ગીચ અને મધ્યમ વસ્તી વાળા ક્ષેત્રોમાં કોરોના વાયરસ સંક્રમણના સામુદાયિક પ્રસાર એટલે કે કોમ્યુનિટી ટ્રાન્સમિશન (community transmission)ની પુષ્ટિ થઈ ચુકી છે. તો સરકાર વારંવાર તે કહી રહી છે કે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ સામુદાયિક પ્રસારના સ્તર પર પહોંચ્યું નથી જ્યારે સોમવાર સુધી દેશમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 5394 પર પહોંચી ગયો તો સંક્રમણના કુલ મામલા 1,90,535 થઈ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news