કોરોનાઃ 3 મે સુધી લૉકડાઉન વધારાયું, પીએમ મોદીએ દેશવાસીઓ પાસે માગ્યા સાત વચન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં લૉકડાઉન પાર્ટ-ટૂની જાહેરાત કરી દીધી છે. કોરોના વાયરસના ખતરાને જોતા હાલ 3 મે સુધી લૉકડાઉન જારી રહેશે.
 

 કોરોનાઃ 3 મે સુધી લૉકડાઉન વધારાયું, પીએમ મોદીએ દેશવાસીઓ પાસે માગ્યા સાત વચન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં લૉકડાઉન પાર્ટ-ટૂની જાહેરાત કરી દીધી છે. કોરોના વાયરસના ખતરાને જોતા હાલ 3 મે સુધી લૉકડાઉન જારી રહેશે. પરંતુ કેટલાક વિસ્તારમાં 30 એપ્રિલ બાદ છૂટ મળી શકે છે, પરંતુ સાવચેતી રાખવામાં આવશે. પીએમ મોદીએ વર્તમાન સ્થિતિની જાણકારી આપતા કહ્યું કે, સરકાર બુધવાર સુધી નવી ગાઇડલાઇન જારી કરી દેશે. તેમાં તે વર્ગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે  જે લૉકડાઉનથી પ્રભાવિત થયા છે. પીએમ મોદીએ દેશવાસીઓ પાસેથી સાત વચન પણ લીધા, તેમણે કહ્યું કે, લૉકડાઉનમાં તેનું પાલન જરૂર કરો ત્યારે આપણે કોરોના વાયરસને હરાવી શકીશું. 

પ્રથમ વચન
તમારા ઘરમાં વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખો. વિશેષકરીને તેવી વ્યક્તિનું જેને જૂની બીમારી હોય, આપણે તેનું વધારે ધ્યાન રાખવાનું છે, તેમને કોરોનાથી બચાવીને રાખવાના છે. 

બીજું વચન
લૉકડાઉનમાં સોશિયલ ડિસ્ટેન્સિંગની લક્ષમણ રેખાનું સંપૂર્ણ પણે પાલન કરો. ઘરમાં બનેલા ફેસકવર કે માસ્ક ફરજીયાત પહેરો. 

ત્રીજું વચન
તમારી ઇમ્યૂનિટી વધારવા માટે, આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરે. ગરમ પાણી, કાધા, તેનું સતત સેવન કરો. 

ચોથુ વચન
કોરોના સંક્રમણના ફેલાવને રોકવામાં મદદ માટે આરોગ્સ સેતુ મોબાઇલ એપ જરૂર ડાઉનલોડ કરો. બીજાને પણ આ એપ ડાઉનલોડ કરવા માટે પ્રેરિત કરો. 

પાંચમું વચન
જેટલું થઈ શકે ગરીબ પરિવારનું ધ્યાન રાખો. તેના ભોજનની જરૂરીયાતને પૂરી કરો. 

છઠ્ઠુ વચન
તમે તમારા વ્યવસાય, તમારા ઉદ્યોગમાં તમારી સાથે કામ કરી રહેલા લોકો પ્રત્યે સંવેદના રાખો. કોઈને નોકરીમાંથી ન કાઢો. 

સાતમું વચન
દેશના કોરોના યોદ્ધાઓ, આપણા ડોક્ટર-નર્સ, સફાઇકર્મી-પોલીસકર્મીનું સંપૂર્ણ સન્માન કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news