લોકડાઉનમાં લગાવાયેલ રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનનો સાચો મતલબ જાણી લેવો જરૂરી છે

ભારતમાં કોરોનાની મહામારી (corona virus) ને પગલે લોકડાઉન લગાવવામા આવ્યું છે. કેટલાક રાજ્યોએ સાવધાની રાખવા માટે પોતાના એવા જિલ્લા સીલ કર્યા છે, જ્યાંથી કોરોના વાયરસના સૌથી વધુ કિસ્સા સામે આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર જ્યાં જ્યાં કોરોનાના કેસ વધી રહ્યાં છે તેને લઈને ઘર અને વિસ્તારોને સીલ મારી રહ્યું છે. તો બીજી તરફ જરૂરી ચીજો લોકો સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકારોએ તમામ વ્યવસ્થા કરી લીધી છે. આવામાં લોકોને જરૂરી ચીજવસ્તુઓ જેમ કે દૂધ, શાકભાજી, ફળ વગેરે સામેલ છે. તેમના ઘરો સુધી પહોંચાડવાનું કામ જિલ્લા મેનેજમેન્ટને આપ્યું છે. 

લોકડાઉનમાં લગાવાયેલ રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનનો સાચો મતલબ જાણી લેવો જરૂરી છે

ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં કોરોનાની મહામારી (corona virus) ને પગલે લોકડાઉન લગાવવામા આવ્યું છે. કેટલાક રાજ્યોએ સાવધાની રાખવા માટે પોતાના એવા જિલ્લા સીલ કર્યા છે, જ્યાંથી કોરોના વાયરસના સૌથી વધુ કિસ્સા સામે આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર જ્યાં જ્યાં કોરોનાના કેસ વધી રહ્યાં છે તેને લઈને ઘર અને વિસ્તારોને સીલ મારી રહ્યું છે. તો બીજી તરફ જરૂરી ચીજો લોકો સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકારોએ તમામ વ્યવસ્થા કરી લીધી છે. આવામાં લોકોને જરૂરી ચીજવસ્તુઓ જેમ કે દૂધ, શાકભાજી, ફળ વગેરે સામેલ છે. તેમના ઘરો સુધી પહોંચાડવાનું કામ જિલ્લા મેનેજમેન્ટને આપ્યું છે. 

દિલ્હીની જેમ વડોદરામાં પણ તબલિગી મરકજ મળી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ

રાજ્ય સરકારોએ જિલ્લામાં ગંભીરતા જોયા બાદ તેને અલગ અલગ ત્રણ ઝોનમાં વહેંચવાનું કામ કર્યું છે. તેનું સૌથી મોટું કાર તેને પ્રાથમિકતા આપવી અને સમગ્ર દેખરેખ રાખવાની છે. આ ઉપરાંત ઝોનમાં વહેંચવાથી તેની ઓળખ કરવી પણ સરળ થઈ જાય છે. ત્રણ ઝોન છે, ગ્રીન, રેડ અને ઓરેન્જ...

બનાસકાંઠા : 5 વર્ષનું બાળક અને 55 વર્ષના કાકાના કોન્ટેક્ટમાં આવેલ લોકોને શોધી રહ્યું છે તંત્ર

ગ્રીન ઝોન (Green Zone)
આ ઝોનનો અર્થ સંક્રમણ મુક્ત છે. અહી પર મેનેજમેન્ટ લોકડાઉન દરમિયાન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા પર ઘરથી બહાર નીકળવાની લોકોને પરમિશન આપી શકે છે. જોકે, આ દરમિયાન ક્યાંય પણ ભીડ એકઠી થવી કે સોશિયલ ડિસ્ટન્સિંગની વાત માનવી જરૂરી છે. આવુ ન કરનારાઓ પર તંત્ર કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે. આવામાં જિલ્લાના કલેક્ટર કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે કેટલાક પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લઈ શકે છે. ગ્રીન ઝોનની અંદર જે લોકોને ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે, તેઓને બહારના કોઈ લોકોને મળવાની પરમિશન હોતી નથી. 

33 વર્ષ બાદ રામાયણના એક સીનને જોઈને રડી પડ્યા વૃદ્ધ થયેલા ‘રાવણ’

ઓરેન્જ ઝોન (Orange zone)
આ પ્રકારના ઝોનમાં એ વિસ્તાર કે જિલ્લા આવે છે, જ્યાંથી સંક્રમણના કેટલાક મામલા નીકળીને સામે આવે છે. તંત્ર અહી પર જરૂરી ઉપયાગ કરીને લોકડાઉન સીલ કરવા જેવા કે બીજા પગલા ઉઠાવી શકે છે. આ ઝોનમાં સંક્રમણવાળા વિસ્તારોને છોડીને અન્ય વિસ્તારોમાં પ્રતિબંધમાં કેટલીક ઢીલ આપવામાં આવી શકે છે. તેમાં લોકોને જરૂરી સામાન ખરીદવા માટે ઘરથી બહાર નીકળવાની છૂટ સામેલ છે. તેના માટે તંત્ર ઈચ્છે તો સમયમર્યાદા પણ નક્કી કરી શકે છે. 

રેડ ઝોન (Red Zone)
આ ઝોન સૌથી ખતરનાક છે. તેનો અર્થ એ છે અહી પર સંક્રમણની ઝપેટમાં અનેક લોકો આવી ચૂક્યા છે અને તેના વધવાથી કે આ વિસ્તારને કારણે અન્ય સ્થળોએ સંક્રમણ વધવાની આશંકા વધી જાય છે. આવામાં રેડ ઝોનમાં સામેલ અહીં રહેનારા લોકો પર સમગ્ર રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. અહીના લોકોને ઘરમાંથી બહાર નીકળવાની છૂટ આપવામાં આવતી નથી. કોઈ ઈમરજન્સી સ્થિતિમાં વ્યક્તિ માત્ર હેલ્પલાઈન પર ફોન કરીને પોતાની વાત મૂકી શકે છે. તેના બાદ તંત્ર પોતાના હિસાબે તેની મદદ કરે છે. આ રીતે રેડ ઝોનમાં તંત્ર જરૂરી વસ્તુઓના સપ્લાયની જવાબદારી પોતાના હાથમાં લે છે. આ રીતે રોડ ઝોન પર સખત ચોકી પહેરો લગાવવામાં આવે છે. તેમાં નિયમોનો ભઁગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.

ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news