Corona Update: દેશમાં શરૂ થઈ ગઈ કોરોનાની ચોથી લહેર? જાણો લેટેસ્ટ અપડેટ

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર માટે ચિંતાનું કારણ બની રહ્યું છે. ગઈ કાલની સરખામણીએ આજે કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 13 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. 
Corona Update: દેશમાં શરૂ થઈ ગઈ કોરોનાની ચોથી લહેર? જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર માટે ચિંતાનું કારણ બની રહ્યું છે. ગઈ કાલની સરખામણીએ આજે કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 13 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. 

નવા કેસમાં તોતિંગ વધારો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 13,313 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. ગઈ કાલની વાત કરીએ તો ગઈ કાલે જે આંકડા જાહેર થયા હતા તે મુજબ નવા 12249 દર્દીઓ નોંધાયા હતા. બુધવારની સરખામણીએ 8.7 ટકાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 38 કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હાલ ભારતમાં કોરોનાના 83 હજારથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. 

Active cases 83,990
Daily positivity rate 2.03% pic.twitter.com/u8Q2WhlI3w

— ANI (@ANI) June 23, 2022

આ 5 રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક
જે પાંચ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે તેમાં કેરળ (4224), મહારાષ્ટ્ર (3260), દિલ્હી (928), તમિલનાડુ (771) અને યુપી (678) સામેલ છે. કુલ નવા કેસમાંથી 74.07 ટકા આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. જ્યારે નવા કેસમાંથી ફક્ત કેરળની જ ભાગીદારી જોઈએ તો 31.73 ટકા છે. 

કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 38 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 5 લાખ કરતા પણ વધુ (424941) દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 98.6 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 10972 દર્દીઓ સાજા થયા છે. હાલ દેશમાં કોરોનાના 83,990 એક્ટિવ કેસ છે. 24 કલાકમાં એક્ટિવ કેસમાં 2303નો વધારો થયો છે. 

કોરોનાનું રસીકરણ પણ પૂરજોશમાં ચાલુ છે. ગઈ કાલે 14 લાખથી વધુ (14,91,941) ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કોરોનાના 196 કરોડથી વધુ ડોઝ અપાયા છે. એક દિવસમાં કોરોનાના 3 લાખથી વધુ ટેસ્ટ કરાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news