Weight Loss Tips: નથી ઉતરતું વજન? તો સવારે ઉઠીને તરત કરો આ 3 સરળ કામ, વગર મહેનતે થશો પાતળા!
વજન ઘટાડવા માટે લોકો ડાયેટિંગ કરતા હોય છે, જીમમાં પરસેવો પાડતા હોય છે. પરંતુ આમ છતાં જોઈએ તેવું પરિણામ મળતું નથી. જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો તમારે તમારી ખાણીપીણી અને જીવનશૈલીમાં ફેરફાર કરવો જોઈએ. મોટાપાથી છૂટકારો મેળવવા માટે તમારે તમારા રૂટિનમાં એવી કેટલીક આદતો સામેલ કરવી જોઈએ જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
Trending Photos
અત્યારના સમયમાં લોકોની ખોટી ખાણી પીણી અને ખરાબ જીવનશૈલીના કારણે મોટાપાની સમસ્યા વકરી ગઈ છે. દરેક બીજી વ્યક્તિ પોતાના વધતા વજનથી પરેશાન છે. મોટાપો લૂક બગાડે એટલું જ નહીં પરંતુ ડાયાબિટીસ, થાઈરોઈડ, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ ડિસિઝ જેવી ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. વજન ઘટાડવા માટે લોકો ડાયેટિંગ કરતા હોય છે, જીમમાં પરસેવો પાડતા હોય છે. પરંતુ આમ છતાં જોઈએ તેવું પરિણામ મળતું નથી. જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો તમારે તમારી ખાણીપીણી અને જીવનશૈલીમાં ફેરફાર કરવો જોઈએ. મોટાપાથી છૂટકારો મેળવવા માટે તમારે તમારા રૂટિનમાં એવી કેટલીક આદતો સામેલ કરવી જોઈએ જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ધી હેલ્થ સાઈટ હોટ કોમના એક રિપોર્ટમાં માયહેલ્થ બોડીના ફિટનેસ એક્સપર્ટ ડો. અંતરા દેવનાથને ટાંકીને કેટલાક ઉપાયો રજૂ કરવામાં આવ્યા છે. વજન ઘટાડવા માટે તમને તેમની આ ટિપ્સ ઉપયોગી થઈ શકે છે.
સવારે ઉઠીને હૂંફાળું પાણી પીઓ
વજન ઘટાડવા માટે હાઈડ્રેટેડ રહેવું ખુબ જરૂરી છે. જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો તમારે રોજ સવારે ઉઠતાની સાથે જ 1-2 ગ્લાસ હૂંફાળું પાણી પીવું જોઈએ. જે તમને શરીર હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરશે અને મેટાબોલિઝમ પણ બૂસ્ટ કરશે. જેનાથી ઝડપથી ફેટ બર્ન કરવામાં મદદ મળી શકે છે. સવારના સમયે હૂંફાળું પાણી પીવાથી બોડી ડિટોક્સ થાય છે અને જવન ઘટાડવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત હાઈડ્રેટેડ રહેવા માટે દિવસભરમાં ખુબ પાણી, ફ્રૂટ જ્યૂસ, નારિયેળ પાણી, છાશ વગેરેનું પણ સેવન કરી શકો છો.
હેલ્ધી બ્રેકફાસ્ટ
અનક લોકો વજન ઘટાડવાના ચક્કરમાં બ્રેકફાસ્ટ સ્કિપ કરે છે. પરંતુ આમ કરવાથી તમારું વજન ઓછું થવાની જગ્યાએ વધી શકે છે. આ સિવાય સવારે બ્રેકફાસ્ટ ન કરવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. હકીકતમાં બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો જે દિવસનું સૌથી મહત્વનું ભોજન હોય છે. આપણે સવારે જે પણ નાશ્તો કરીએ છીએ તેનાથી દિવસભરના કામ માટે એનર્જી મળે છે. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો તમારે બ્રેકફાસ્ટમાં પ્રોટીન અને ફાઈબરવાળી વસ્તુઓ ખાવી જોઈએ. પ્રોટીન અને ફાઈબરવાળી વસ્તુઓ ખાવાથી ભૂખ ઓછી લાગે છે જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ માટે તમે સવારે નાશ્તામાં સ્પ્રાઉટ્સ, ઈંડા, પનીર, યોગર્ટ, સ્મૂધી, સલાડ અને નટ્સ લઈ શકો છો.
કસરત કરો
વજન ઘટાડવા માટે તમારે રોજ સવારે કસરત કરવાની આદત પાડવી જોઈએ. તેનાથી વેઈટ લોસમાં મદદ મળે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પણ બચાવ થઈ શકે છે. સવાર સવારમાં કસરત કરવાથી મેટાબોલિક રેટ પણ સારો થાય છે. જેનાથી ફેટ બર્ન કરવામાં અને વજન ઘટાડવામાં મદદ મળે છે. આ ઉપરાંત સવારે કસરત કરવાથી બ્લ્ડ શુગર લેવલ પણ આખો દિવસ કંટ્રોલમાં રહી શકે છે. આથી રોજ સવારે ઓછામાં ઓછી 30-40 મિનિટ કસરત કરવી જોઈએ.
(Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. આ કોઈ પણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. આથી વધુ જાણકારી માટે હંમેશા કોઈ વિશેષજ્ઞ કે તમારા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે