આ એપ તમારા WhatsApp ની કરે છે જાસૂસી, ફોનમાં હોય તો કરી દો ડિલીટ

આ એપ વોટ્સએપના મેસેજ વાંચે છે. એટલું જ નહીં તે મેસેજને હેકરની પાસે પણ મોકલે છે. આ એપ વોટ્સએપના બધા નોટિફિકેશન પર નજર રાખે છે.   

Updated By: Apr 13, 2021, 03:12 PM IST
આ એપ તમારા WhatsApp ની કરે છે જાસૂસી, ફોનમાં હોય તો કરી દો ડિલીટ

નવી દિલ્હીઃ જો તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં FlixOnline નામની એપ છે તો તેને તત્કાલ ડિલીટ કરી દેવી જોઈએ. આ એપ તમારા વોટ્સએપની જાસૂસી કરે છે. થોડા દિવસ પહેલા આ એપ વોટ્સએપ પર ખુબ વાયરલ થઈ હતી. 

એપને લઈને ખોટા દાવા
પરંતુ FlixOnline ને લઈને અન્ય દાવો કરવામાં આવી રહ્યો છે જે નકલી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એપ નેટફ્લિક્સના ગ્લોબલ કન્ટેન્ટને દેખાડવા માટે છે. પરંતુ તમે તેની વાતમાં ન આવતા કારણ કે સત્ય એ છે કે આ એપને ખાસ કરીને વોટ્સએપની જાસૂસી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. 

ફોન માટે ખતરનાક
આ એવ વોટ્સએપના તમામ મેસેજ વાંચે છે. એટલું જ નહીં તે મેસેજ હેકરને પણ મોકલી આપે છે. આ એપ હેકર જે મેસેજ મોકલે છે તેની સાથે લિંક હોય છે, જેના દ્વારા હેકરની પાસે તમારા ફોનની તમામ જાણકારી પહોંચે છે. 

આ પણ વાંચોઃ 21 એપ્રિલે લોન્ચ થશે Realme 8 5G, ત્રિપલ રિયર કેમેરા સહિત હશે આ ખાસિયતો

આ એપ વોટ્સએપના તમામ નોટિફિકેશન પર નજર રાખે છે. ઘણીવાર ઓટોમેટિક રિપ્લાઈ પણ કરી દે છે અને તમને ખ્યાલ આવતો નથી. ફોનમાં ઇન્સ્ટોલ થયા બાદ તે એપ નોટિફિકેશન સહિત અનેક પરમિશન લે છે. આ એપ અને તે અન્ય એપની ઉપર જોવા મળે છે. નોટિફિકેશન પેનલમાં પણ સૌથી ઉપર દેખાઈ છે. 

ગૂગલ પ્લે સ્ટોરે હટાવી એપ
પરંતુ આ એપને ગૂગલ પ્લે સ્ટોરે હટાવી દીધી છે. થોડા દિવસ પહેલા આ એપ વાયરલ થઈ અને અનેક યૂઝરોએ તેને ડાઉનલોડ કરી છે. જો તમારા ફોનમાં પણ આ એપ હોય તો તેને તત્કાલ ડિલીટ કરી દો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube