Maharashtra માં કોરોનાના કેસ પર ઉદ્ધવ સરકારના મંત્રીનો કટાક્ષ, ચૂંટણીવાળા રાજ્યોમાં કેસ કેમ ઓછા? તપાસ કરાવશે
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના વાયરસ (Corona Virus) થી હાલાત ખુબ જ ખરાબ છે. રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે કોવિડ-19ના વધતા કેસ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે કોરોના વાયરસ ટાસ્ક ફોર્સને એ પણ તપાસ કરવાનું કહ્યું છે કે માત્ર મહારાષ્ટ્રમાં જ કેસ કેમ વધી રહ્યા છે.
ચૂંટણીવાળા રાજ્યોમાં કેમ નથી વધી રહ્યો કોરોના
ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી અસલમ શેખે (Aslam Shaikh) કહ્યું કે 'અમે કોવિડ-19 (Covid-19) ટાસ્ક ફોર્સને એ સ્ટડી કરવાનું કહ્યું છે કે માત્ર મહારાષ્ટ્રમાં જ કેસ કેમ વધી રહ્યા છે અને જ્યાં ચૂંટણી થઈ રહી છે તે રાજ્યોમાં કેમ વધતા નથી. અનેક મંત્રી ત્યાં મોટા પાયે સભાઓ કરી રહ્યા છે પરંતુ ત્યાં કોરોના વાયરસના કેસમાં કોઈ ઉછાળો નથી.'
We've asked COVID19 Task Force to study why cases are increasing only in Maharashtra and not in states where elections are being held. Many ministers are campaigning with mass gatherings there but there is no surge in COVID cases there: Maharashtra Minister Aslam Sheikh pic.twitter.com/7ye7Oj45bT
— ANI (@ANI) April 11, 2021
મહારાષ્ટ્રમાં લાગી શકે છે કડક લોકડાઉન
મહારાષ્ટ્રમાં કોવિડ-19ના વધતા કેસ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કોરોના ટાસ્ક ફોર્સ સાથે ખાસ બેઠક યોજી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બે કલાક ચાલેલી બેઠકમાં સમગ્ર રાજ્યમાં કડક લોકડાઉન લગાવવા અને કઠોર નિયમ અંગે ચર્ચા થઈ. બેઠક દરમિયાન ટાસ્ક ફોર્સે કોરનાની ચેન તોડવા માટે 15 દિવસના કડક લોકડાઉનની સલાહ આપી જ્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ 8 દિવસના લોકડાઉનનું સમર્થન કર્યું. આજે મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક યોજાવવાની છે. જેમાં રાજ્ય પર લોકડાઉનનો નિર્ણય લેવાઈ શકે છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં મુજબ રવિવારે રાજ્યમાં સંક્રમણના 63,294 નવા દર્દીઓ નોંધાયા. જ્યારે 349 લોકોના મોત થયા. પહેલીવાર એવું બન્યું છે કે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના એક જ દિવસમાં આટલા બધા કેસ નોંધાયા. હવે કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 3,407,245 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં રવિવારે 34008 દર્દીઓ સાજા થયા. રાજ્યમાં રિકવરી રેટ 81.65 ટકા થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે