Corona: દેશમાં આવશે કોરોનાની ત્રીજી લહેર, આગામી સપ્તાહથી વધશે કેસ, જાણો શું બોલ્યા વૈજ્ઞાનિક

કાનપુરમાં અગ્રવાલ અને આઈઆઈટી હૈદરાબાદમાં એમ. વિદ્યાસાગરની આગેવાનીમાં સંશોધકોએ જે અનુમાન લગાવ્યું છે તેના પ્રમાણે ત્રીજી લહેરમાં ઓક્ટોબરમાં મહામરી પીક પર પહોંચી શકે છે. 
 

Corona: દેશમાં આવશે કોરોનાની ત્રીજી લહેર, આગામી સપ્તાહથી વધશે કેસ, જાણો શું બોલ્યા વૈજ્ઞાનિક

નવી દિલ્હીઃ કોરોના મહામારીની ત્રીજી લહેરનું આવવું લગભગ નક્કી છે અને આગામી સપ્તાહથી સંક્રમણના નવા કેસ વધવાનું શરૂ થઈ શકે છે. પરંતુ બીજી લહેરની જેમ ત્રીજી લહેર ભયાનક હશે નહીં, તેમાં ખરાબથી ખરાબ સ્થિતિમાં પણ દરરોજ બીજી લહેરની તુલનામાં એક ચતુર્થાંશ કેસ મળશે. બીજી લહેરની વિભીષિકા વિશે સટીક ભવિષ્યવાણી કરનાર આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિક મણીન્દ્ર અગ્રવાલ અને તેમની ટીમ ગણિતીય મોડલ સૂત્રના આધાર પર આ દાવો કર્યો છે. 

ઓક્ટોબરમાં આવી શકે છે પીક
કાનપુરમાં અગ્રવાલ અને આઈઆઈટી હૈદરાબાદમાં એમ. વિદ્યાસાગરની આગેવાનીમાં સંશોધકોએ જે અનુમાન લગાવ્યું છે તેના પ્રમાણે ત્રીજી લહેરમાં ઓક્ટોબરમાં મહામરી પીક પર પહોંચી શકે છે. આ દરમિયાન સામાન્ય સ્થિતિમાં એક લાખથી અને ખરાબ સ્થિતિમાં દરરોજ દોઢ લાખ કેસ આવી શકે છે. જ્યારે બીજી લહેરમાં મહામારી પીક પર હતી તો સાત મેએ ચાર લાખથી વધુ કેસ સામે આવ્યા હતા. 

કેરલ અને મહારાષ્ટ્ર વધારી શકે છે મુશ્કેલી
પરંતુ તેમનું તે પણ કહેવું છે કે કેરલ અને મહારાષ્ટ્ર જેવા વધુ સંક્રમણ દર વાળા રાજ્યો આ પૂર્વાનુમાનની તસવીર બગાડી પણ શકે છે. આ પૂર્વાનુમાનમાં રસીકરણ અભિયાનમાં તેજી લાવવા અને ઉભરતા હોટસ્પોટની તત્કાલ જાણકારી મેળવવા પર ભાર આપવામાં આવ્યો છે. સાથે જીનોમ સિક્વેન્સિંગ દ્વારા કોરોના વાયરસના નવા વેરિએન્ટ પર નજર રાખવાની જરૂરીયાત પર ભાર મુકવામાં આવ્યો છે, કારણ કે જો ડેલ્ટા જેવો કોઈ નવો વેરિએન્ટ આવે છે તો સ્થિતિ ખરાબ થઈ શકે છે, જેમ બીજી લહેર દરમિયાન જોવા મળ્યું હતું. 

બેદરકાર વલણ પર વ્યક્ત કરી ચિંતા
વૈજ્ઞાનિકોએ સંક્રમણના નબળા પડવા પર સામાજિક અને વ્યાવસાયિક ગતિવિધિઓના શરૂ થવાની સાથે લોકોના બેદરકાર વલણ પર ચિંતા વ્યક્ત કરી છે. મહામારીની પ્રથમ લહેરનો પ્રભાવ જલદી ખતમ થયા બાદ આવું વલણ જોવા મળ્યું હતું. ત્યારબાદ બીજી લહેરે એવી તબાહી મચાવી કે કોઈને સંભાળવાની તક આપી નહીં. 

સાવચેત રહીને ટાળી શકાશે ત્રીજી લહેર
મણીન્દ્ર અગ્રવાલ અને તેમની ટીમે ગણિતીય મોડલ સૂત્રના આધાર પર એક રાહતનું અનુમાન પણ વ્યક્ત કર્યું છે. તેમના પ્રમાણે સામાજિક અને વ્યાવસાયિક ગતિવિધિઓ ખુલવા છતાં જો લોકો કોરોનાના બચાવના નિયમોનું પાલન કરે, માસ્ક પહેરે અને સામાજિક અંતર જાળવે તો આ મહિનાના અંતમાં ન માત્ર કેસને 25 હજારની નીચે લાવી શકાય છે, પરંતુ ત્રીજી લહેરની આશંકાને પણ ઓછી કરી શકાય છે. હાલમાં દરરોજ 40-41 હજાર કેસ સામે આવી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news