Big Breaking: 12 થી 14 વર્ષના બાળકોને આ તારીખથી આપવામાં આવશે કોરોના રસી

કોરોના વાયરસથી બાળકોને બચાવવા માટે રસીકરણ મામલે મોટા સમાચાર આવ્યા છે.

Big Breaking: 12 થી 14 વર્ષના બાળકોને આ તારીખથી આપવામાં આવશે કોરોના રસી

નવી દિલ્હી: કોરોના વાયરસથી બાળકોને બચાવવા માટે રસીકરણ મામલે મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી છે કે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે. આ સાથે જ 60 વર્ષથી ઉપરના તમામ લોકોને હવે બુસ્ટર ડોઝ મળી શકશે. અત્યાર સુધી ભારતમાં હેલ્થ વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ, અને 60+ કે જેમને કોઈ કોમોર્બિડિટી છે તેમને જ રસીનો બૂસ્ટર ડોઝ મળી રહ્યો હતો. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત. તેમણે વધુમાં લખ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યું છે. આ સાથે જ 60થી વધુ ઉંમરના તમામ લોકો હવે પ્રિકોશન ડોઝ લઈ શકશે. તેમણે બાળકો અને વડીલોને કોરોના રસી લગાવવાની અપીલ પણ કરી. 

मुझे बताते हुए खुशी है की 16 मार्च से 12 से 13 व 13 से 14 आयुवर्ग के बच्चों का कोविड टीकाकरण शुरू हो रहा है।

साथ ही 60+ आयु के सभी लोग अब प्रिकॉशन डोज लगवा पाएँगे।

मेरा बच्चों के परिजनों व 60+ आयुवर्ग के लोगों से आग्रह है की वैक्सीन जरूर लगवाएँ।

— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 14, 2022

ભારતમાં 3 જાન્યુઆરીના રોજ બાળકોનું રસીકરણ શરૂ થયું હતું. પહેલા તબક્કામાં 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ થઈ રહ્યું હતું. હવે 12થી 14 વર્ષના બાળકોનું પણ રસીકરણ શરૂ થઈ રહ્યું છે. 

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ?
ભારતમાં કોરોનાની સ્થિતિ જોઈએ તો છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2503 કેસ નોંધાયા છે. જ્યારે 4377 લોકો કોરોનાને માત આપીને સાજા પણ થયા છે. એક દિવસમાં કોરોનાથી 27 લોકોના મૃત્યુ થયા છે. હાલ દેશમાં કોરોનાના 36168 દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ સતત ઘટી રહ્યો છે અને હાલ 0.47% છે. કુલ 4,24,41,449 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. અત્યાર સુધીમાં 5,15,877 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

Active case: 36,168 (0.08%)
Daily positivity rate: 0.47%
Total recoveries: 4,24,41,449
Death toll: 5,15,877

Total vaccination: 1,79,91,57,486 pic.twitter.com/7iuQySgYIG

— ANI (@ANI) March 14, 2022

રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોના રસીના 1,79,91,57,486 ડોઝ આપવામાં આવ્યા છે. રિકવરી રેટ 98.72 ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ 77.90 કરોડ કોરોના ટેસ્ટ હાથ ધરાયા છે. જેમાંથી 532232 ટેસ્ટ છેલ્લા 24 કલાકમાં કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news