આવતીકાલથી શરૂ થશે Covishield કોરોના વેક્સીનની Delivery, જાણો કેટલી હશે કિંમત

સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (Serum Institute of India)ના અધિકારીઓએ જણાવ્યું કે કોરોના વેક્સીનની કિંમત (Corona Vaccine Price) પણ નક્કી થઇ ગઇ છે.

Updated By: Jan 11, 2021, 07:21 PM IST
આવતીકાલથી શરૂ થશે Covishield કોરોના વેક્સીનની Delivery, જાણો કેટલી હશે કિંમત

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) મહામારીથી બચવાને ધ્યાનમાં રાખતા મોટા પગલાં ભરતાં ભારત સરકારે સીરમ ઇન્ડીયા ઓફ ઇન્ડીયા (Serum Institute of India) ને કોરોના વેક્સીન (Corona Vaccine) બનાવવનો પહેલો ઓર્ડર આપવામાં આવ્યો હતો. સોમવારે કંપનીના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ઓર્ડર તૈયાર થઇ ગઇ છે અને કાલે આ વેક્સીનની ડિલીવરી પણ શરૂ થઇ જશે. 

PM મોદીએ કહ્યું- ભારતની બંને રસી અન્ય દેશો કરતાં સસ્તી, પહેલાં કોરોના વોરિયર્સને અપાશે રસી

200 રૂપિયા હશે દરેક ડોઝની કિંમત
સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (Serum Institute of India)ના અધિકારીઓએ જણાવ્યું કે કોરોના વેક્સીનની કિંમત (Corona Vaccine Price) પણ નક્કી થઇ ગઇ છે. સીરમ ઇંસ્ટીટ્યૂટની બનાવેલી વેક્સીન કોવિશીલ્ડ (Covishield)ના એક ડોઝની કીંમત ફક્ત 200 રૂપિયા રાખવામાં આવી છે. જોકે પ્રાઇવેટ માર્કેટમાં આ વેક્સીન 1 હજાર રૂપિયામાં મળશે. આ વેક્સીન ફાઇઝર-બાયોએનટેક (Pfizer BioNTech) ના મુકાબલે સસ્તી છે અને તેનું ટ્રાંસપોર્ટેશન પણ સરળ છે. 

Virat Kohli અને Anushka Sharma બન્યા માતા પિતા, 'લક્ષ્મી'ની થઇ પધરામણી

ડ્રાય રન બાદ હવે વેક્સીન રન!
કેન્દ્ર સરકારે દેશભરમાં કોરોના વેક્સીન પહોંચાડવા માટે ડ્રાય રન (Dry Run)નું આયોજન પણ કર્યું હતું. આ ડ્રાય રનના માધ્યમથી વેક્સીનને પહોંચાડવાની તૈયારીઓનું નિરિક્ષણ લેવામાં આવ્યું હતું. હવે 16 જાન્યુઆરીથી ઘણા તબક્કામાં કોરોના વેક્સીન લોકો સુધી પહોંચાડવાનું શરૂ થઇ જશે. પહેલા તબક્કામાં 3 કરોડ સ્વાસ્થ કર્મીઓ સાથે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને આ વેક્સીન આપવામાં આવશે. 

9 કરોડને પાર પહોંચી કોરોના સંક્રમિતિની સંખ્યા
દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ વધીને હવે 9 કરોડને પાર થઇ ગયા છે. મહામારીથી લગભગ 20 લાખ લોકોના મોત થઇ ચૂક્યા છે. 'જોન્સ હોપ્કિન્સ યૂનિવર્સિટી'ના રવિવારે સુધી આંકડા અનુસાર ગત 10 અઠવાડિયામાં સંક્રમણના કેસ બે ગણા થઇ ગયા છે. તો બીજી તરફ કોવિડ 19 સંક્રમણના કુલ કેસ ઓક્ટોબરના અંતમાં 4 કરોડ 50 લાખ થયા હતા. શરૂઆતથી જ કોરોનાના કેસ પર નજર રાખનાર આ યૂનિવર્સિટીના અનુસાર કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા હવે 9,00,05,787 થઇ ચૂકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube