Corona: આ શહેરમાં કર્ફ્યૂની જાહેરાત, સ્કૂલ-કોલેજ પણ અચાનક થઇ ગયા બંધ

આદેશ અનુસાર ફક્ત મેડિકલ સ્ટોર્સ અને અતિજરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને કર્ફ્યૂ (Curfew) માં આવવા જવાની અનુમતિ મળશે. આ ઉપરાંત તમામ બંધ રહેશે. આ વખતે સરકારે પેટ્રોલ પંપને પણ બંધ રાખવાના આદેશ આપ્યા છે.

Corona: આ શહેરમાં કર્ફ્યૂની જાહેરાત, સ્કૂલ-કોલેજ પણ અચાનક થઇ ગયા બંધ

મુંબઇ: કોરોના વાયરસ (Coronavirus) એ ફરી એકવાર મહારાષ્ટ્ર (Maharashtra) માં પોતાનો પગ પેસારો શરૂ કરી દીધો છે. અહીં સતત સંક્રમિતોની સંખ્યા વધતી જાય છે. જેના લીધે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સરકારે સખત આદેશ આપ્યા છે. તેના લીધે વર્ધા જિલ્લા (Wardha District) માં શનિવારે રાત્રે 8 વાગ્યાથી સોમવાર સવારે 8 વાગ્યા સુધી કર્ફ્યૂ (Curfew) ની જાહેરાત કરવામાં આવી છે. 

સ્કોલ-કોલેજ આગામી આદેશ સુધી બંધ
આદેશ અનુસાર ફક્ત મેડિકલ સ્ટોર્સ અને અતિજરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને કર્ફ્યૂ (Curfew) માં આવવા જવાની અનુમતિ મળશે. આ ઉપરાંત તમામ બંધ રહેશે. આ વખતે સરકારે પેટ્રોલ પંપને પણ બંધ રાખવાના આદેશ આપ્યા છે. વર્ધા જિલ્લા કલેક્ટર પ્રેરણા એચ દેશભરએ જણાવ્યું કે કોરોના વાયરસના વધતા જતા કેસને જોતાં સ્કૂલ અને કોલેજોને આગામી સૂચના સુધી બંધ રાખવાના આદેશ પણ જાહેર કરી કરવામાં આવ્યા છે. 

24 કલાકમાં મળ્યા રેકોર્ડ 5427 દર્દી
રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રના 8 જિલ્લામાં અચાનક કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 5427 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે, જે આ વર્ષે કોઇપણ રાજ્યમાં સૌથી મોટો આંકડો છે. ઝડપથી વાપસી કરતાં કોરોના મહામારીને રોકવા માટે સરકારે સખત ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. સાથે જ અમરાવતીમાં વીકેન્ડ પર લોકડાઉન અને યવતમાલમાં નાઇટ ફર્ફ્યુંની જાહેરાત કરી દીધી છે. 

તો બીજી તરફ મુંબઇ BMC એ નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ની પાસે 90 એવા લોકોના સેંપલ મોકલ્યા છે જેમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન હોવાની સંભાવના છે. તેનો રિપોર્ટ 7-10 દિવસની અંદર આવશે. ત્યાં સુધી બીએમસી કમિશ્વર ઇકબાલ સિંહ ચહલએ કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ સખત કાર્યવાહીના આદેશ આપ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news