વળી પાછું વાવાઝોડું! ચીનથી નીકળેલું તોફાન 'યાગી' ફરતું ફરતું ભારત કેવી રીતે પહોંચ્યુ? ગુજરાત માથે પણ છે આ જોખમ

અસલમાં આ સમયે ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશની ઉપર એક ડિપ્રેશન બનેલું છે. તેની નજીક છે દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશનો ભાગ. પહેલા આ ડિપ્રેશન નહતું. તે બંગાળની ખાડીમાં બન્યું હતું. આ ડિપ્રેશનના પગલે વિયેતનામ તરફ રહેલું તોફાન યાગીને સપોર્ટ મળ્યો. ખેંચાણ મળ્યું. યાગી એ તરફ ખેંચાતુ ગયું. 

વળી પાછું વાવાઝોડું! ચીનથી નીકળેલું તોફાન 'યાગી' ફરતું ફરતું ભારત કેવી રીતે પહોંચ્યુ? ગુજરાત માથે પણ છે આ જોખમ

ચીનથી આવેલું તોફાન યાદી થાઈલેન્ડ, વિયેતનામ, ફિલિપાઈન્સથી ફરતું ફરતું ભારત આવી ગયુ છે. તેને બંગાળની ખાડીએ ખેંચીને જાણે  બોલાવ્યું છે. હવે આ તોફાનના અવશેષો અને બંગાળની ખાડીમાં બનેલા ડિપ્રેશન તથા લો પ્રેશર સિસ્ટમે મળીને સમગ્ર ઉત્તર ભારતને વરસાદથી તરબતોળ કરવાનો જાણે ઈરાદે ઘડી નાખ્યો છે. યુપી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી એનસીઆર સુધી વરસાદ જોવા મળ્યો છે. જાણો કઈ રીતે. 

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ(IMD)એ દિલ્હી એનસીઆર માટે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. ગુરુવારે સવારે આ વિસ્તારના લોકો જ્યારે ઉઠ્યા ત્યારે વરસાદ પડતો હતો. આગામી બે દિવસ સુધી વરસાદ અને ભારે પવનની આગાહી કરાઈ છે. આ હાલ માત્ર દિલ્હી એનસીઆરના નહીં પરંતુ અન્ય અનેક રાજ્યોમાં 11થી 14 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ પડી શકે છે. આ રાજ્યોમાં હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરી મધ્ય પ્રદેશના ભાગો સામેલ છે. જાણો ગુજરાતની શું રહેશે સ્થિતિ. 

આ ઉપરાંત પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ચંડીગઢ, પશ્ચિમી રાજસ્થાન, પંજાબના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જે સમય ચોમાસુ જવાનો સમય છે તે સમયે આ વરસાદ કેમ પડી રહ્યો છે. આમ જોઈએ તો 15 સપ્ટેમ્બર સુધી ચોમાસુ પાછા ફરવાના રસ્તે હોય છે. પરંતુ આ વખતે જાણે તે જવાનું નામ નથી લેતું. ઓક્ટોબરના પહેલા અઠવાડિયાના અંત સુધી જવાનો પ્લાન તેણે ઘડ્યો હોય તેવો લાગે છે. 

— India Meteorological Department (@Indiametdept) September 12, 2024

યાગી કેવી રીતે પહોંચી ગયું ભારત?
અસલમાં આ સમયે ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશની ઉપર એક ડિપ્રેશન બનેલું છે. તેની નજીક છે દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશનો ભાગ. પહેલા આ ડિપ્રેશન નહતું. તે બંગાળની ખાડીમાં બન્યું હતું. આ ડિપ્રેશનના પગલે વિયેતનામ તરફ રહેલું તોફાન યાગીને સપોર્ટ મળ્યો. ખેંચાણ મળ્યું. યાગી એ તરફ ખેંચાતુ ગયું. 

— All India Weather (AIW) (@pkusrain) September 12, 2024

હવે આ ડિપ્રેશન સાથે મળી ગયું છે. આ ડિપ્રેશન 8 km/hrની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યું છે. તેની અસર ગ્વાલિયર, આગ્રા, ઝાંસી અને અલીગઢના વિસ્તારોમાં વધુ જોવા મળી રહી છે. આગામી 24 કલાકમાં તે ધીરે ધીરે ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. આ મૌસમ પર દિલ્હી-લખનઉના ડોપલર રડાર નજર રાખી રહ્યા છે. 

— India Meteorological Department (@Indiametdept) September 12, 2024

ગુજરાત માટે શું જોખમ?
તેના ઉપર પણ મુસીબત એ છે કે મોનસુનનો ટ્રફ  પણ બનેલો છે. જે  આગામી 3-4 દિવસ સુધી રહેશે. તેના કારણે દક્ષિણી ગુજરાતની ઉપર સાઈક્લોનિક સર્ક્યુલેશન થઈ રહ્યું છે. બધુ મળીને આગામી 2-3 દિવસ સુધી જે રાજ્યોની વાત થઈ રહી છે ત્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદના આસાર રહેશે. 

શું આવા તોફાન બીજા આવશે?
આ વૈશ્વિક સ્તરે ટ્રોપિકલ ઈન્ટ્રાસીઝનલ સર્ક્યુલેશનવાળું મૌસમ છે. એટલે કે હાલ પશ્ચિમી પ્રશાંત મહાસાગરની ઉપર અનેક મોનસૂની ઘેરા બનેલા છે. એટલે કે રોજ નવી ડિપ્રેશન સિસ્ટમ બની રહી છે. મોટાભાગે ફિલિપાઈન્સની બહારની તરફ. જેને મોનસૂની ગાયર કહે છે. તેના કારણે ટ્રોપિકલ સાઈક્લોન કે તોફાન આગામી અઠવાડિયે બની શકે છે. તેના કારણે ભારતમાં પણ ચોમાસું લાંબા સમય સુધી રહી છે છે. જે જલદી પાછા ફરવાનું નામ નહીં લે. 

એવું મૌસમ જેનો અંદાજો મુશ્કેલ
1973થી 2023 સુધી આવેલી આફતોનો સ્ટડી આ નવા રિપોર્ટમાં કરાયો છે. ચોંકાવનારી વાત એ છે કે દિલ્હી, ગુજરાત, તેલંગણા, રાજસ્થાનમાં પૂર હોય, વાયનાડમાં ભૂસ્ખલન હોય કે પછી આ બળબળતી ગરમી હોય. વૈજ્ઞાનિક અને એક્સપર્ટ તેના થવાનો અંદાજો લગાવી શકતા નથી. કારણ કે તેની તીવ્રતાની માત્રા અચાનક વધી જાય છે. આસમના 90 ટકા જિલ્લા, બિહારના 87 ટકા જિલ્લા, ઓડિશાના 75 ટકા જિલ્લા અને આંધ્ર પ્રદેશ તથા તેલંગણાના 93 ટકા જિલ્લા એક્સ્ટ્રીમ ફ્લડની સ્થિતિમાં ગમે ત્યારે પરેશાન થઈ શકે છે. 

— All India Weather (AIW) (@pkusrain) September 11, 2024

શું કહે છે વૈજ્ઞાનિક
આ સ્ટડી કરનારા પ્રમુખ વૈજ્ઞાનિક અબિનાશ મોહંતીએ જણાવ્યું કે હવે ગરમી જમીનથી ઉઠીને સમુદ્ર તરફ જઈ રહી છે. જેમ કે ગુજરાત, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં થયું. તેનાથી સમુદ્રની ગરમી વધી રહી છે. તેની અસર હવામાન પર પડે છે. જેમ કે દક્ષિણ ભારતમાં શ્રીકાકુલમ, કટક, ગુંટુર, અને બિહારનું પશ્ચિમ ચંપારણ જે પહેલા પૂર માટે જાણીતુ હતું. હવે ત્યાં દુષ્કાળ પડે છે. આ  ખાસ કરીને મેદાની વિસ્તારોમાં વધુ થઈ રહ્યુ છે. 

હવામાન બદલાઈ રહ્યું છે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે...સંકેત પણ
હવામાન બદલાવવાની અસર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. વાયનાડમાં ભૂસ્ખલન, ભારે વરસાદ બાદ ગુજરાતમાં પૂર, ઉત્તરાખંડના ઓમ પર્વતથી ઓમ ગાયબ, અચાનક હવામાન બદલાય છે અને શહેરોમાં પાણી જમા થઈ જાય છે. હવે આ વખતના મોનસૂનને જોઈ લો. જૂનમાં નબળું હતું. પરંતુ ત્યારબાદ સપ્ટેમ્બરમાં તેની તીવ્રતા અને માત્રા બંને વધી ગઈ છે. 

— Gokul Tamilselvam (@Gokul46978057) September 11, 2024

ચોંકાવનારી વાત એ છે કે મોનસુનમાં હવામાન થોડું ઠંડુ રહેતું હતું. પરંતુ આ વખતે ગરમી ઓછી થતી જ નથી. પૂર્વી રાજ્યોમાં દુષ્કાળ અને ગરમ દિવસોની સંખ્યા વધી રહી છે. હવામાન વિભાગના પૂર્વ વૈજ્ઞાનિક આનંદ શર્મા કહે છે કે આ પ્રકારના મૌસમી ફેરફાર માટે જળવાયુ પરિવર્તન  અને વધતું તાપમાન સૌથી મોટું કારણ છે. આથી જરૂરી છે કે કોઈ પણ રીતે તેને રોકવામાં આવે. નહીં તો એક્સ્ટ્રીમ વેધર ઈવેન્ટ્સ કોઈ પણ જગ્યાએ અને ગમે ત્યાં થઈ શકે છે. આ ખુબ જ ભયાનક પણ હોઈ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news