3 દિવસ પોલીસના હવાલે હશે ગુજરાતનું આ શહેર! ખૂણે-ખૂણે હાજર હશે હજારો પોલીસકર્મીઓ

Gujarat Police: 15, 16 અને 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પોલીસની થશે અગ્નિ પરીક્ષા! પોલીસના માથે હશે એક સાથે ત્રણ મોટી ઈવેન્ટ કવર કરવાનો મેગાટાસ્ક. જાણો કેવા પ્રકારનું છે આયોજન. 

3 દિવસ પોલીસના હવાલે હશે ગુજરાતનું આ શહેર! ખૂણે-ખૂણે હાજર હશે હજારો પોલીસકર્મીઓ
  • 15-16-17 સપ્ટેમ્બરે પોલીસ છાવણીમાં ફેરવાશે અમદાવાદ
  • PM મોદીનો ગુજરાત પ્રવાસ અને વિવિધ કાર્યક્રમો
  • ઇદ-એ-મિલાદની ઉજવણી અને ગણેશ વિસર્જન
  • 12000 થી વધુ પોલીસ ખડેપગે રહેશે તૈનાત
  • 4 DCP, 4 ASP બહારથી આવશે અમદાવાદ

Gujarat Police: પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસ, ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જન...ત્રણ મોટા કાર્યક્રમો. જાણો સુરક્ષાને લઈને કેવા પ્રકારની કરવામાં આવી છે વ્યવસ્થા... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. અમદાવાદમાં તેમના વિવિધ કાર્યક્રમો છે. આ સાથે ઈદ-એ-મિલાદનો તહેવાર છે. તો બીજી તરફ ગણેશ વિસર્જન. એક સાથે ત્રણ ત્રણ મોટી ઈવેન્ટ હોવાને કારણે ગૃહ વિભાગ દ્વારા અમદાવાદમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને પોલીસકર્મીઓની રજાઓ પણ આ સમય ગાળા દરમિયાન રદ કરી દેવામાં આવી છે. 15, 16 અને 17 સપ્ટેમ્બરના રોજ પોલીસ છાવણીમાં ફેરવાઈ જશે અમદાવાદ. એક સાથે 12000 કરતા વધારે પોલીસકર્મીઓ અલગ અલગ બંદોબસ્તમાં અમદાવાદમાં તૈનાન રહેશે. 

ગુજરાતમાં PM મોદીનો ક્યાં અને ક્યારે છે કાર્યક્રમ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 તારીખે બપોર બાદ આવશે ગુજરાત 
અમદાવાદ એરપોર્ટ થી 4.30 કલાકે સીધા વડસર એરફોર્સ સ્ટેશન જશે 
વડસર સ્ટેશન ખાતે તૈયાર થયેલ નવા ઓપરેશન કોમ્પ્લેક્સ ની મુલાકાત લેશે 
સાંજે છ વાગે રાજ ભવન આવશે પીએમ મોદી 
રાત્રિ રોકાણ રાજ ભવન ખાતે રહેશે 
રાત્રે રાજ ભવન ખાતે અલગ અલગ બેઠકોનું થઈ શકે છે આયોજન
16 સપ્ટેમ્બરે સવારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર 
સવારે 10:00 વાગ્યે ચોથી ગ્લોબલ રી ઇન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમીટ નું શરૂઆત કરાવશે 
12:00 કલાકે રાજ ભવન પરત આવશે 
1.30 કલાકે ગાંધીનગરના સેક્ટર 1 મેટ્રો સ્ટેશન ની મુલાકાત અને ગિફ્ટ સિટી સુધી ટ્રાવેલ કરશે
3.30 કલાકે જીએમડીસી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે 
સાંજે છ વાગે રાજભવન પરત આવશે અને રાત્રિ રોકાણ રાજભવન ખાતે રહેશે 
17 સપ્ટેમ્બરે સવારે નવ કલાકે ભુવનેશ્વર જવા રવાના થશે

PM મોદીના કાર્યક્રમ માટે કેવો છે બંદોબસ્ત?
આ માટે તમામ યોજના અને પ્લાનિંગ થઈ ગયું છે. આ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હોવાની વિગત શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો GMDC ગ્રાઉન્ડમાં કાર્યકર્તાઓ સાથેનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં અંદાજે અઢી હજાર જેટલા પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે.

મેટ્રો ફેઝ-2 નું ઉદઘાટન કરશે પીએમઃ
ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવશે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થશે. અમદાવાદના વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રાનું ભાડું રૂ. 35 છે અને 33.5 કિ.મીનું અંતર 65 મિનિટમાં પૂરું કરી શકાશે. 

દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું પણ લોકાર્પણ કરશે-
દેશની પહેલી સ્વદેશી ટ્રેન વંદેભારત બાદ હવે ટૂંકા અંતરના શહેરો વચ્ચે લોકોને ઝડપી કનેક્ટિવિટી મળી રહે તે માટે સ્વદેશી વંદે મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ રહી છે. દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ અને ભુજ વચ્ચે 16 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ ટ્રેનનો લોકાર્પણ સમારંભ ભુજ ખાતે યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનારા કાર્યક્રમમાંથી ઓનલાઈન લીલી ઝંડી ફરકાવી ટ્રેનનો શુભારંભ કરાવશે. 

ઇદ-એ-મિલાદના જુલૂસ માટે કેવો હશે બંદોબસ્ત?
આ જ દિવસે અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં કેટલીક જગ્યાએ ઈદ-એ-મિલાદ નીકળવાના છે. આ જુલૂસ દરમિયાન પણ ખાસ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે. શહેરનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં ફાળવવામાં આવે છે. જેમાં મોટાભાગે એરપોર્ટ તરફ ઝોન ફોર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ઝોન 2, ઝોન 3, ઝોન 5 અને 6માં સ્થાનિક પોલીસની સાથે અન્ય જગ્યાની પોલીસ પણ ફાળવવામાં આવશે.

ગણેશ વિસર્જનમાં કેવો હશે બંદોબસ્ત?
17 સપ્ટેમ્બરે અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન પણ થવાનું છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસને પણ તે પ્રમાણે વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવી છે અને તેમને પોતાની ફરજની ફાળવણી પણ કરી દેવામાં આવશે. આ સમગ્ર વ્યવસ્થાને સિનિયર અધિકારીઓ દ્વારા મોનિટરિંગ અને વ્યવસ્થા સાથે જોડવામાં આવશે.

ઉલ્લેખનીય છેકે, આ વખતે SRP અને બીજી ફોર્સ અન્ય રાજ્યમાં ચૂંટણી હોવાથી બહાર ગઈ છે. ત્યારે અમદાવાદ શહેરની તમામ પોલીસને આ મહત્ત્વના દિવસોમાં બંદોબસ્તમાં રોકવામાં આવી છે. સાથે સિનિયર અધિકારીઓની માગણી અમદાવાદ પોલીસ તરફથી કરવામાં આવી હતી. જેમાં ચાર ડીસીપી રેન્ક અને ચાર એએસપી રેન્કના અધિકારીઓને અમદાવાદ માટે ફાળવવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news