મેષ (અલઈ)
|
- ધનસ્થાન પ્રબળ
- આત્મવિશ્વાસ પણ પ્રબળ
- બપોર સુધીનો સમય થોડું મન અશાંત રહે પણ ચિંતા ન કરશો.
- સર્વ શુભ જ છે.
|
વૃષભ (બવઉ)
|
- શુભ સમય છે.
- ધન યોગ છે, કાર્ય સિદ્ધિનો યોગ પણ છે.
- રાજનીતીમાં જેમને અટક્યું કામ કઢાવવું હોય તે સક્રીય થઈ શકે છે.
- જાહેરજીવનમાં હોય તે સૌ માટે શુભ છે.
|
મિથુન (કછઘ)
|
- પરિવારમાં સંયમ પૂર્વક રહેવું
- વાદ-વિવાદ પીછો નથી છોડતું.
- જેમ જેમ દિવસ વીતતો જશે તેમ તેમ સારું થતું જશે.
- ઢીંચણની બિમારીથી અવશ્ય જાળવજો.
|
કર્ક (ડહ)
|
- નોકરીયાતોને ખાસ વિનંતી કે નોકરીમાં શાંતીથી દિવસ પસાર કરજો.
- દિવસ લાભપ્રદ અવશ્ય છે.
- મોડી સાંજે સારા સમાચાર મળી શકે છે.
|
સિંહ (મટ)
|
- ધનવ્યયના યોગ છે.
- આરોગ્ય પણ જાળવવાનું રહેશે.
- પરણીત હોવ તો સાસુમા સાથે વિશેષ સુમેળ રાખજો.
- ઘરમાં સુખ-શાંતિ જાળવવા પ્રયત્ન કરવો.
|
કન્યા (પઠણ)
|
- આજે પ્રત્યેક પ્રયત્ને લાભ છે.
- આજનો દિવસ અતિ સાનુકૂળ છે.
- તમને એમ થશે કે રોજ આવું થાય તો હું ક્યાંનો ક્યાં નીકળી જાઉં.
- પણ, સહકર્મચારી અને નાનાભાઈબહેન સાથે સુમેળ રાખજો.
|
તુલા (રત)
|
- આપના પ્રયત્નોમાં ભાગ્યનો સાથ મળે.
- ધર્મક્ષેત્રના પ્રવાસ પણ સૂચવે છે.
- કુટુંબમાં ખાસ આપ વાણીનો સંયમ જાળવજો.
- ગળાનું કોઈ ઈન્ફેક્શન હોય તો ખાસ સાચવજો.
|
વૃશ્ચિક (નય)
|
- આજે આપને કાળજી રાખવાની છે.
- આપનો રાશી સ્વામી મંગળ દેવ વક્રી થઈ રહ્યા છે.
- કોઈ અણગમતું પરિણામ ન મળે તેની તકેદારી રાખજો.
- આજે આપ ગણેશજીની ઉપાસના ખાસ કરજો.
|
ધન (ભધફઢ)
|
- અકસ્માતના યોગ સૂચવે છે.
- સાવધાની રાખજો.
- ઉશ્કેરાટ ઉપર ખાસ અંકુશ રાખવાનો છે.
- આજે ગણેશજી આપને સૌ વિઘ્નથી બચાવશે.
|
મકર (ખજ)
|
- આપને લાભ પ્રદ દિવસ છે.
- જીવન સાથી દ્વારા શુભસમાચાર મળે.
- સવારે વાદ-વિવાદમાં સંયમ રાખવો.
- મનની વાત શાલીનતાથી રજૂ કરજો.
|
કુંભ (ગશષસ)
|
- ઉશ્કેરાટ ઉપર કંટ્રોલ રાખજો.
- કોઈની સાથે વાદવિવાદ દરમિયાન મોટો અવિવેક ન થઈ જાય તેનું ધ્યાન રાખજો.
- ડિપ્રેશન જેવો અહેસાસ પણ થાય.
- આજે ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરજો.
|
મિન (દચઝથ)
|
- વાણીમાં ખાસ સંયમ રાખવો પડશે.
- સાંજના સમયે ખૂબ સાનુકૂળતા રહેશે.
- અચાનક જાણે શાણપણ ગાયબ થઈ જાય અને અણગમો થાય તેવું વર્તન પણ થઈ જાય માટે ચેતજો.
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે